Breaking News : ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર? 79 હજાર કેસ, શું ભારતને સાવધન રહેવાની જરૂર છે?

ચીનમાં કોવિડ-19ના કેસોમાં ફરી એક વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં 79 હજાર નવા કેસ નોંધાયા હતા. આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, શું ચીનમાં કોરોનાવાયરસના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતે સતર્ક રહેવાની જરૂર છે.

Breaking News : ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર? 79 હજાર કેસ, શું ભારતને સાવધન રહેવાની જરૂર છે?
| Updated on: Jul 29, 2026 | 7:37 AM

ચીનમાં ફરી કોરોના 19 સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં કોરોના વાયરસ વર્ષ 2026માં પહેલી વખત ઈન્ફ્લુએજાને પાછળ છોડી સૌથી જલ્દી ફેલાનાર શ્વસન સંક્રમણ બન્યું છે. પરંતુ ચીનના અધિકારીઓનું કહેવું છે કે, મોટાભાગના દર્દીઓના લક્ષણો નોર્મલ છે. આ સાથે સંક્રમણની આ લહેર ગત્ત વર્ષોના મુકાબલે ખુબ ઓછી છે.

ચીનમાં કોરોનાના કેટલા કેસ આવ્યા?

ચીનના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેશનના જણાવ્યા મુજબ 13 થી 19 જુલાઈની વચ્ચે કોરોના 19ના પોઝિટિવિટી રેડ 16.3 ટકા રહ્યો છે. ગત્ત અઠવાડિયાની તુલનામાં 4.3 ટકા અંક વધારે છે.આ જ સમયગાળા દરમિયાન ફ્લૂ પોઝિટિવિટી દર 12.6% નોંધાયો હતો. આ પાછલા અઠવાડિયા કરતા ઓછો છે. જૂન 2026માં, ચીનમાં 79,000નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. જેમાંથી130 ગંભીર હતા. આ સમયગાળા દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું હતું.

ચીનમાં કયો પ્રકાર ફેલાઈ રહ્યો છે?

ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ઓમિક્રોન NB.1.8.1 પ્રકાર હાલમાં ચીનમાં ફેલાઈ રહ્યો છે. જોકે, ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રે વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને COVID-19 ચેપ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. જાહેર સ્થળો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાને જવાનું કહેવામાં આવ્યું છે.લોકોને જરૂર પડે તો રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે પણ વિનંતી કરે છે.

શું ડરવાની જરુર છે?

ચીનમાં વધી રહેલા કોરોના 19ના કેસને જોતા વિશેષજ્ઞોનું કહેવું છે કે, હાલમાં ચિંતા કરવાની જરુર નથી. મોટાભાગના દર્દીઓને તાવ અને ગળામાં ખારાશ જેવા લક્ષણો જોવા મળ્યા છે. સંક્રમિત દર્દી 5 માંથી 7 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. ગંભીર કેસ અને મૃત્યુંમાં કોઈ વધારો થયો નથી. હાલમાં સંક્રમણ દર 2025ની લહેર નબળી છે.

ભારતમાં કોરોનાની કેવી સ્થિતિ છે?

ચીનમાં કોરોનાના કેસમાં વધારા વચ્ચે ભારતમાં સ્થિતિ સામાન્ય છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં એક્ટિવ કોરોના 19ના દર્દીઓની સંખ્યા ઓછી છે. આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં હાલમાં કેસ સામે આવ્યા છે પરંતુ મોટાભાગના સંક્રમિતોના લક્ષણો હળવા છે. ચીનમાં વધી રહેલા કેસને જોતા સ્વાસ્થ એજન્સીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહી છે.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો.  અહી ક્લિક કરો

 

Published On - 7:22 am, Wed, 29 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.