
નવી દિલ્લીના ભારત મંડપમમાં શનિવારના રોજ બ્રિકસ ડિનરની મેજબાની પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી પરંતુ આખી મહેફિલમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ છવાયા હતા. તેમણે પિયાનોની ધુન પર કિશોર કુમારનું ગીત ગાયું હતુ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે બ્રિક્સ સમિયમાં બોલિવુડનો રંગ જમાવ્યો હતો. તેમણે 1965ની ફિલ્મ તીન દેવિયાનું ફેમસ ગીત ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત ગાયું હતુ.
બ્રિકસ સમિટ માટે ભારત આવેલા અવર ઈબ્રાહિમને દિલ્લીની એક હોટલમાં આ ક્લાસિક હિન્દી ગીત ગાતા જોવા મળ્યા હતા. આ ગીતને એસડી બર્મને કંપોઝ કર્યુ હતુ અને મઝરુહ સુલ્તાનપુરીએ ગીત લખ્યું હતુ.
#WATCH | Delhi: Malaysia’s Prime Minister Anwar Ibrahim sings a popular Hindi song “Khwab Ho Tum Ya Koi Haqeeqat” in Delhi.
(Video source: Anwar Ibrahim/X)
#BRICSSummit https://t.co/E8RE9erfie
— ANI (@ANI) September 12, 2026
તમને જણાવી દઈએ કે, મલેશિયાના પ્રધાનમંત્રી અવર ઈબ્રાહિમ હિન્દી સિનેમા અને તેના સંગીતને પસંદ કરે છે. તેના આ દિલચસ્પીમાં ભારત સાથે તેની કૂટનીતિક મુલાકાતમાં ઝલક જોવા મળે છે. અનવર પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત દરમિયાન બોલિવુડના પ્રતિ પોતાનો પ્રેમ દેખાડી ચૂક્યા છે.
પીએમ મોદીની મલેશિયા યાત્રા દરમિયાન અનવરે યાત્રાનો એક અધિકારિક વીડિયો શેર કર્યો હતો. જેમાં કભી ખુશી કભી ગમ ફિલ્મનું ફેમસ ગીત બોલે ચૂડિયા વાગી રહ્યું હતુ. ભારત યાત્રા દરમિયાન અનવરે દેશની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસના વખાણ કર્યા હતા.
2019માં ભારત અને મલેશિયાના સંબંધોમાં તણાવ આવ્યો હતો. જ્યારે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂર્ણ કરવા ભારતના નિર્ણયની અલોચના કરી હતી. અનવરની આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબુત કરવાના પ્રયત્નને દર્શાવે છે. વ્યાપક રણનીતિક ભાગેદારીના સ્તર સુધી પહોચવા અને મહત્વના ક્ષેત્રોમાં કરારથી દ્રિપક્ષીય સંબંધોને નવી ગતી મળી છે.