
નેપાળમાં ભૂકંપના આંચકા બાદ એકાએક આવેલા વિનાશક પૂરથી ઠેર ઠેર વિનાશ સર્જાયો હતો. આ ધટનાને ગણતરીની દિવસો જ થયા છે ત્યાં ફરી એકવાર હિમાલય ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે. તિબેટના રહેવાસીઓએ ભયાનક પૂરથી તબાહીનો સામનો કર્યાના થોડા દિવસો પછી જ તિબેટમાં આજે ફરીથી 5.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે.
જો કે, આજના ભૂકંપના આચંકાથી અત્યાર સુધી મોટા નુકસાન કે જાનહાનિના કોઈ પુષ્ટિ થયેલા અહેવાલો નથી. 26 ઓગસ્ટના રોજ આવેલી આ દુર્ઘટના બાદ નેપાળમાં રાહત અને શોધ કામગીરી ચાલુ છે, જેમાં હજારો લોકો હજુ પણ ગુમ છે.
નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં ઓગસ્ટમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના પછી, તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, તિબેટમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આચંકાથી સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આ પહેલા, ગત 26 ઓગસ્ટના રોજ, નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં ભારે પૂર અને કાટમાળના પ્રવાહે તબાહી મચાવી હતી. આ તાજેતરના ભૂકંપે હિમાલય ક્ષેત્ર અંગે હાલની ચિંતાઓ વધારી દીધી છે.
જો કે, આ તાજેતરના ભૂકંપથી થતા નોંધપાત્ર જાનહાનિ કે નુકસાનની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. તિબેટમાં 5.0 ની તીવ્રતાના ભૂકંપની અસર અંગેની વિગતોની હાલમાં રાહ જોવાઈ રહી છે. આ હિમાલય ક્ષેત્ર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય માનવામાં આવે છે, તેથી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો તાજેતરના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
26 ઓગસ્ટના રોજ, નેપાળના રાસુવા જિલ્લા અને ચીનના તિબેટ ક્ષેત્રમાં અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો. ગ્લેશીયરને કારણે નદીના ધસમસતા પૂરના પાણીમાં કાદવ- મોટી શીલાઓ, પથ્થરો સહીત ઘણુબધુ વહીને ગામના ગામ ઉજ્જડ કરી નાખ્યા હતા. ભૂકંપને કારણે તુટેલ ગ્લેશીયલએ કુદરતી તળાવાના પાળા તોડી નાખ્યા જેના કારણે પાણી, બરફ અને કાટમાળનો મોટો પ્રવાહ પર્વતીય પ્રદેશથી ધસમસતો નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યો.
EQ of M: 5.0, On: 03/09/2026 13:46:38 IST, Lat: 31.479 N, Long: 80.370 E, Depth: 14 Km, Location: Tibet.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/zwrE8sNscC— National Center for Seismology (@NCS_Earthquake) September 3, 2026
લહેન્ડે ખોલા, ભોટે કોશી અને ત્રિશુલી નદીના પટ્ટમાં તેની ખુબ જ વરવી અસર અનુભવાઈ. શરૂઆતમાં, ભૂકંપને આ દુર્ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવતું હતું. જોકે, ત્યારબાદના વૈજ્ઞાનિક વિશ્લેષણમાં સૂચવવામાં આવ્યું હતું કે શરૂઆતમાં ભૂકંપ તરીકે ઓળખાતા ભૂકંપ સંકેત હિમનદી અને કાટમાળની અચાનક હિલચાલને કારણે ઉત્પન્ન થયા હતા.
નેપાળમાં થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1,250 થી વધુ લોકો માર્યા ગયા છે, અને 4,200 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. એવું જાણવા મળ્યું છે કે લગભગ 20,000 ઘરોને ફરીથી બનાવવાની જરૂર છે. નેપાળમાં આ ત્રાસદીને કારણે ગામોના ગામ ઉજડી ગયા છે. એક ગામેથી બીજા ગામે જવાનો રોડ ધોવાઈ ગયો છે. રસ્તામાં આવતા પાકા મકાનો પૂરના પાણીમાં તણાઈ ગયા છે. હજુ પણ અનેક સ્થળોએ એક એક માળ સુધી કાદવ પથરાયેલો છે.