Breaking News : CEOના નકલી અવાજથી આવ્યો AI કોલ, બેંક ચેરમેને ટ્રાન્સફર કર્યા ₹1,034 કરોડ ! જાણો આખો ફ્રોડ

AI ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોસ બનીને ફોન કરીને બેંકના વરિષ્ઠ અધિકારીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે.

Breaking News : CEOના નકલી અવાજથી આવ્યો AI કોલ, બેંક ચેરમેને ટ્રાન્સફર કર્યા ₹1,034 કરોડ ! જાણો આખો ફ્રોડ
AI SCAM BANK
Image Credit source: iStock
| Updated on: Sep 27, 2026 | 8:51 AM

AI એ લોકોનું કામ સરળ બનાવ્યું છે. પરંતુ તેનો ઉપયોગ સાયબર ઠગો પણ કરી રહ્યા છે. તાજેતરમાં ઇટાલીમાં AI નો ઉપયોગ કરીને ઇન્ટેસા સાનપાઓલો ગ્રુપની ફિડેરમ બેંક સાથે લગભગ 95 મિલિયન યુરો એટલે કે આશરે ₹1,034 કરોડની છેતરપિંડી કરવામાં આવી.

આ મામલો ફેબ્રુઆરી 2026 નો છે. ત્યારે ફિડેરમના તત્કાલીન પ્રમુખ પાઓલો મોલેસિનીને ઇન્ટેસા સાનપાઓલોના CEO કાર્લો મેસિના તરફથી આવ્યો હોય તેવો એક WhatsApp મેસેજ મળ્યો હતો. તેમાં વિદેશમાં થનારા એક મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહાર માટે તાત્કાલિક મદદ માગવામાં આવી હતી.

AI આધારિત વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

ત્યારબાદ ઠગોએ એક જાણીતી આંતરરાષ્ટ્રીય લૉ ફર્મના વકીલ હોવાનો ઢોંગ કરીને મોલેસિનીને ફોન કર્યો હતો. આ ફોનમાં વકીલના અવાજની નકલ કરવા માટે AI આધારિત વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોલેસિની વકીલને ઓળખતા હોવાથી તેમને ફોન સાચો લાગ્યો હતો.

ચીન અને હોંગકોંગમાં કરોડો યુરોના ટ્રાન્સફર કરવામાં આવ્યા

મેસેજ અને ફોન કોલ સાચા હોવાનું માનીને મોલેસિનીએ બેંકના ટ્રેઝરી વિભાગને વિદેશી બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી મુખ્યત્વે ચીન અને હોંગકોંગના ખાતાઓમાં કરોડો યુરોના ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પૈસા પરત મેળવવાની કાર્યવાહી

ફ્રોડની જાણ થતાં ફિડેરમે આંતરરાષ્ટ્રીય બેંકિંગ સહયોગની મદદથી પૈસા પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી. સૂત્રો અનુસાર, લગભગ 95 મિલિયન યુરોમાંથી મોટી રકમનો એક હિસ્સો પરત મેળવવામાં આવ્યો છે. જ્યારે ઓછામાં ઓછા 36 મિલિયન યુરો હજુ શોધવાના બાકી છે.

ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો

સૂત્રો અનુસાર, બાકી રહેલી રકમનો એક હિસ્સો ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ટ્રેક કરવાનું મુશ્કેલ બન્યું છે. મિલાનના તપાસકર્તાઓ આ રકમ અને ફ્રોડ પાછળના લોકો સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય તપાસ કરી રહ્યા છે.

આ કેસમાં પાઓલો મોલેસિની સામે તપાસ ચાલી રહી નથી. તેમણે માર્ચ 2026માં વ્યક્તિગત કારણોસર ફિડેરમના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. મિલાનના પ્રોસિક્યુટર્સે આ છેતરપિંડીના સંબંધમાં એક વિદેશી વ્યક્તિ સામે તપાસ શરૂ કરી છે.


આ ઘટનાએ બતાવ્યું છે કે AI આધારિત વૉઇસ ક્લોનિંગ અને નકલી મેસેજનો ઉપયોગ કરીને સિનિયર અધિકારીઓને પણ છેતરવાનો પ્રયાસ થઈ શકે છે. ઇન્ટેસા સાનપાઓલોના સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, 2026 ની શરૂઆતથી બેંકે AI થી બનાવેલા લગભગ 5,000 ફેક વીડિયો દૂર કર્યા છે. જેમાંથી મોટાભાગના CEO કાર્લો મેસિના સાથે સંબંધિત હતા.

આ પણ વાંચો, ચામડું, આર્ટિફિશિયલ જ્વેલરી કે સિરામિક ! ફેવિક્વિકથી કઈ-કઈ વસ્તુઓ સરળતાથી ચોંટાડી શકાય છે?

Published On - 8:49 am, Sun, 27 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.