
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલનો ઉપયોગ ઘટાડવો, મુસાફરી પર નિયંત્રણ અને ઉર્જા સંરક્ષણની અપીલ પર દેશમાં ચર્ચા તેજ બની છે. કેટલાક લોકો આને મહત્વનું પગલું માની રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આની અલોચના પણ કરી રહ્યા છે.વૈશ્વિક સંદર્ભમાં જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ અહ્વાન ન તો અનોખું છે .પશ્ચિમ એશિયા સંધર્ષ બાદ સામે આવેલા તેલ સંકટ દરમિયાન અનેક દેશ પોતાના નાગરિકોને પેટ્રોલનો ઓછો ઉપયોગ, યાત્રા ઓછી કરવાની અપીલ કરી છે.
અનેક દેશોએ તો અપીલથી આગળ કડક પગલાં પણ લીધા છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના આંકડા અનુસાર અંદાજે 40 દેશો એ કટોકટી ઊર્જા સંરક્ષણ પગલાં અમલમાં મૂક્યા છે.જેમાં 18 દેશોએ ઈંધણ રાશનિંગ,વાહનો માટે ઓડ ઈવન,લોકડાઉન, જાહેર પરિવહન અને ખાનગી વાહનો પર પ્રતિબંધો જેવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે.
કોરિયામાં ઓડ-ઇવન નિયમો, શ્રીલંકામાં QR કોડ રેશનિંગ, પાકિસ્તાનમાં સ્પીડ લિમિટ અને મ્યાનમારમાં અલ્ટરનેટ ડેની સિસ્ટમ લાગુ છે. 13 દેશોમાં સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ (WFH) ફરજિયાત અથવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં ચાર દિવસનું કામ કાજ અને 50 ટકા રિમોટ વર્ક, ઈન્ડોનેશિયામાં ફ્રાઈડેને ડબલ્યુએફએચ, શ્રીલંકામાં બુધવારના ઓફિસ બંધ કરવા જેવા પગલા લેવામાં આવ્યા છે. જોર્ડન, પાકિસ્તાન,મલેશિયા, ઈન્ડોનેશિયા અને મિસ્ત્ર જેવા દેશોએ વિદેશ યાત્રા અને અધિકારિક યાત્રાઓ અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. અનેક દેશોમાં એશી ટેમ્પરેચર 24-26 ડિગ્રી સુધી સીમિત રાખવામાં આવ્યું છે. પબ્લિક કેમ્પેન અને એલપીજી સિલેન્ડર અડધું ભરવા જેવા પગલાં લીધા છે.
મેડાગાસ્કરે 15 દિવસની ઉર્જા આપતકાલ જાહેર કરી છે. ભારતમાં અત્યારસુધી માત્ર અપીલ અને સ્વૈચ્છિક સંયમ પર જોર આપવામાં આવ્યું છે. કોઈ રાશનિંગ, લોકડાઉન કે કોઈ ફરજિયાત નિયંત્રણો લગાવવામાં આવ્યા નથી.
પીએમ મોદીએ સોનું ન ખરીદવાની અપીલ કરી છે, ક્રૂડ ઓઈલની આયાત પાછળ દેશનો મોટો હિસ્સો ખર્ચાય છે. વડાપ્રધાને નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો ઉપયોગ વધારવા તેમજ કાર પૂલિંગ કરવા વિનંતી કરી છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ચ્યુઅલ મીટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રાથમિકતા આપવા તેમજ શાળાઓને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવવા આગ્રહ કર્યો છે.