બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કર્યો વેક્સિન કરાર, ખરીદશે 2 કરોડ કોરોના વેક્સિનના ડોઝ

|

Feb 26, 2021 | 3:47 PM

અહેવાલ અનુસાર બ્રાઝિલે ભારતની કંપની ભારત બાયોટેક સાથે કોરોના વેક્સિનને લઈને કરાર કર્યો છે. કરાર અનુસાર બ્રાઝિલ ભારત પાસેથી 2 કરોડ વેક્સિનના ડોઝ ખરીદશે.

બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કર્યો વેક્સિન કરાર, ખરીદશે 2 કરોડ કોરોના વેક્સિનના ડોઝ
ભારત બાયોટેક

Follow us on

બ્રાઝિલે ભારતની સ્વદેશી વેક્સિન નિર્માતા ભારત બાયોટેક સાથે કરાર કર્યો છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે તેણે ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક સાથે કોવિડ -19 રસી કો-વેક્સીનના 20 મિલિયન ડોઝ ખરીદવા માટે કરાર કર્યો છે. જો કે ‘કો-વેક્સીન’ ના ઉપયોગને સ્થાનિક નિયમનકારો દ્વારા મંજૂરી હજુ સુધી અપાઈ નથી. બ્રાઝિલમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 25 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જેને કારણે બ્રાઝિલ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના વહીવટીતંત્રે જણાવ્યું કે કોવૈક્સીન રસીના 80 લાખ ડોઝની પ્રથમ બેચ માર્ચમાં આવશે. અને અન્ય 80 લાખ ડોઝની બીજી બેચ એપ્રિલમાં અને મેમાં અન્ય 40 લાખ ડોઝ આવવાની અપેક્ષા છે. બ્રાઝિલ વેક્સિનના અભાવને કારણે તેની 21 કરોડની વસ્તીના માત્ર ચાર ટકા જ લોકોને વેક્સિન લગાવી શક્યું છે. દેશની કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ‘પ્રીસિસા મેડિકામેન્ટોસ’ અને ‘ભારત બાયોટેક’ એ આ સોદાની પુષ્ટિ કરી નથી.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 2.2 કરોડ લોકોની વસ્તીમાં 4 ટકાથી પણ ઓછા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કેટલાક શહેરોએ રસીના અભાવને કારણે ગયા અઠવાડિયે અભિયાન અટકાવ્યું છે. જો કે બ્રાઝિલની પ્રીસીસા કે ભારત બાયોટેકે બંનેએ આ સોદા અથવા ડિલિવરીની તારીખની પુષ્ટિ કરી નથી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બ્રાઝિલમાં કોરોનાના કેસોમાં વધારો થયો
બ્રાઝિલમાં, કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ગુરુવારે, બ્રાઝિલમાં કોરોના મૃત્યુની સંખ્યા વધીને 2,50,000 થઈ ગઈ છે. અમેરિકા પછી બ્રાઝિલમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કારણે મૃત્યુ થયા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે બચાવ માટે ખાસ કંઈ કરવામાં નથી આવ્યું.

Next Article