Breaking News: અસલી જંગનું મેદાન તો… ઈરાને દુશ્મનો માટે તૈયાર કર્યો ‘કબ્રસ્તાન’ પ્લાન, ઈરાની રાષ્ટ્રપતિના નિવેદને બદલી નાખી ‘આખી ગેમ’

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ફરી એકવાર યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા તાજેતરના હુમલા બાદ સમગ્ર વિશ્વની નજર આ બંને દેશો પર ટકેલી છે. વાત એમ છે કે, ઈરાનના રાષ્ટ્રપતિના એક નિવેદને મિડલ ઈસ્ટમાં આખી ગેમ બદલી નાખી છે.

Breaking News: અસલી જંગનું મેદાન તો... ઈરાને દુશ્મનો માટે તૈયાર કર્યો કબ્રસ્તાન પ્લાન, ઈરાની રાષ્ટ્રપતિના નિવેદને બદલી નાખી આખી ગેમ
| Updated on: May 27, 2026 | 6:36 PM

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધની જ્વાળાઓ ભભૂકી શકે છે. અમેરિકાએ તાજેતરમાં ઈરાન પર હુમલો કર્યો અને આ સાથે જ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ફરી એકવાર યુદ્ધના પડછાયા હેઠળ આવી ગયું છે. જો કે, ઈરાનની IRGC એ આની શક્યતા નહિવત ગણાવી છે.

IRGC ના અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથે ફરી યુદ્ધ થવાની આશંકા ‘ઓછી’ છે. અધિકારીએ કહ્યું કે, અમેરિકા સાથે ફરીથી યુદ્ધ થવાની સંભાવના નથી પરંતુ ચેતવણી આપી કે, ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે.

તસ્નીમ ન્યૂઝ એજન્સીએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીના ડેપ્યુટી પોલિટિકલ ચીફ મોહમ્મદ અકબરઝાદેહના હવાલાથી જણાવ્યું છે કે, “યુદ્ધની આશંકા ઓછી છે, કારણ કે દુશ્મન નબળો છે અને સૈન્યની બંદૂકોમાં સંપૂર્ણ લોડેડ મેગેઝિન ફક્ત હુમલાની રાહ જોઈ રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે, “આમાં કોઈ શંકા નથી કે અમે ચાબહારથી માહશહર સુધીના વિસ્તારને હુમલાખોરો માટે કબ્રસ્તાન બનાવી દઈશું.”

અસલી જંગનું મેદાન તો આર્થિક લડાઈ છે: ઈરાન

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને તેહરાન ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સાથે મુલાકાત કરી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થાને વેગ આપવા અપીલ કરી છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પેઝેશકિયાનના હવાલાથી કહ્યું, “આજનું મુખ્ય યુદ્ધમેદાન આર્થિક લડાઈ (ઈકોનોમિક વોર) છે.”

તેમણે જણાવ્યું કે, “અમારું માનવું છે કે, પ્રાઈવેટ સેક્ટર જેટલું વધુ સક્ષમ, ઝડપી નિર્ણય લેનારું અને એક્ટિવ હશે, દેશનો આર્થિક પાયો એટલો જ મજબૂત બનશે અને બાહ્ય દબાણો તથા જોખમોનો સામનો કરવામાં આપણી રાષ્ટ્રીય શક્તિ એટલી જ વધારે હશે.”

રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ યુદ્ધમાં સૈન્ય મોરચે (મિલિટરી ફ્રન્ટ પર) નિષ્ફળ રહ્યા છે અને હવે તેઓ ઈરાનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા પર ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મિલિટરી ફ્રન્ટ પર પોતાના મનસૂબા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા પછી દુશ્મન હવે દેશની આર્થિક મજબૂતીને નુકસાન પહોંચાડવા અને લોકોની રોજીરોટીમાં અવરોધ ઊભો કરવા માટે મંડી પડ્યો છે.”

Breaking News: બચીને રહેજો ‘ઉત્તર કોરિયા’ થી ! કિમ જોંગ ઉને લોન્ચ કર્યું એવું હથિયાર કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી

Follow Us