Pakistanને મોટો ઝટકો: સંયુક્ત રાષ્ટ્રે (UNO) પાકિસ્તાન એરલાઇન્સનો ઉપયોગ નહીં કરવાનું કર્યું સૂચન

|

Jan 25, 2021 | 4:40 PM

સંયુક્ત રાષ્ટ્રએ (UNO) તેના તમામ સ્ટાફને Pakistanમાં રજિસ્ટર્ડ એરલાઇન દ્વારા મુસાફરી ન કરવા જણાવ્યું છે.

Pakistanને મોટો ઝટકો: સંયુક્ત રાષ્ટ્રે (UNO) પાકિસ્તાન એરલાઇન્સનો ઉપયોગ નહીં કરવાનું કર્યું સૂચન
PIA blackout

Follow us on

સંયુક્ત રાષ્ટ્રએ (UNO) તેના તમામ સ્ટાફને Pakistanમાં રજિસ્ટર્ડ એરલાઇન દ્વારા મુસાફરી ન કરવા જણાવ્યું છે. પાઇલટ્સને બનાવટી લાઇસન્સ અને આશંકાઓના આરોપોના કારણે સંયુક્ત રાષ્ટ્રએ આ ચેતવણી જારી કરી છે. ગયા વર્ષે કરાચીમાં વિમાન દુર્ઘટના થયા બાદથી પાકિસ્તાની ઉડ્ડયન સેવા(PIA) વિવાદોમાં રહી છે. દેશના મંત્રીઓએ પોતે જ દાવો કર્યો છે કે દેશમાં મોટી સંખ્યામાં Pilots પાસે બનાવટી લાઇસન્સ છે. આટલું જ નહીં સંસદમાંથી પણ માન્યતા મળી છે કે એરલાઇન કર્મચારીઓ દાણચોરી જેવા ગુનામાં ઝડપાયા છે.

Blacklist-PI

યુએનની તમામ શાખાઓ માટે સૂચના-
સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમના એક સલાહકાર કહ્યું છે કે, ‘સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) પાકિસ્તાનના બનાવટી લાઇસન્સ અંગે ચાલી રહેલી તપાસને પગલે પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ એર ઓપરેટરોના ઉપયોગને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે.’ આ સૂચન પાકિસ્તાનના તમામ ઓપરેટરો માટે છે. યુએનની તમામ એજન્સીઓ – યુએન વિકાસ કાર્યક્રમ, વિશ્વ આરોગ્ય સંગઠન, UN રેફ્યુજી હાઈ કમિશન, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુએન શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંગઠન વગેરેને લાગુ પડશે.

40% પાઇલટ્સ હોય છે નકલી-

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ગયા વર્ષે મે મહિનામાં, કરાચી એરપોર્ટ નજીકના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાની હવાઈ સેવામાં બનાવટી અને બેદરકારીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. દેશના ઉડ્ડયન પ્રધાન સરવર ખાને પણ થોડા સમય પહેલા આરોપ લગાવ્યો હતો કે PIA (Pakistan International Airlines) ના લગભગ 40% પાઇલટ્સ નકલી છે. એટલું જ નહીં, ઇમરાન ખાનની પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે PIAનો સ્ટાફ અગાઉ પણ અનેક દાણચોરીમાં ઝડપાયો હોવાનું જાણવા મળે છે.

Pakistan Airlines PIA

ફરી આપી હતી વિમાન ઉડાડવાની પરવાનગી-
કરાચી દુર્ઘટના બાદ સરવર ખાને કહ્યું કે ગયા વર્ષે તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાનના 860 સક્રિય પાઇલટ્સમાંથી 262 પાઇલટ્સ પાસે કાં તો બનાવટી લાઇસન્સ છે અથવા તેઓએ તેમની પરીક્ષાઓમાં છેતરપિંડી કરી હતી. તેમણે કહ્યું કે આ પાઇલટ્સે ક્યારેય પરીક્ષા નથી લીધી અને ન તો વિમાન ઉડવાનો સાચો અનુભવ છે. પાયલટ્સને સસ્પેન્ડ કરવામાં આવતાં પાકિસ્તાનની બેદરકારી સામે આવી હતી

Next Article