બ્રિટિશ સરકારના એક સ્વતંત્ર સલાહકારે નાણાપ્રધાન (Finance Minister) ઋષિ સુનકને કર મામલામાં તેમની પત્ની દ્વારા ગેરરીતિ કરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે સુનકને મંત્રી પદ પર રહીને અમેરિકાના કાયમી નિવાસી ગ્રીન કાર્ડ (Green Card)રાખવાના મામલામાં પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના સુનકે પોતે લોર્ડ ક્રિસ્ટોફર ગીડને તેની સામેના આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું. સુનકની પત્ની પર આરોપ છે કે તેણે બ્રિટનમાં તેના કાયદેસર નોન-ડોમિસાઇલ સ્ટેટસ હેઠળ તેના પગાર પર ટેક્સ (Tax) ચૂકવ્યો નથી. તમને જણાવી દઈએ કે, સુનક પર યુકે કેબિનેટમાં સામેલ થયા બાદ બે વર્ષ સુધી ગ્રીન કાર્ડ રાખવાનો પણ આરોપ હતો.
બ્રિટિશ સરકારના નૈતિક સલાહકારે બુધવારે જણાવ્યું હતું કે તેમણે સુનકના કૌટુંબિક કર બાબતોની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે નાણા પ્રધાન ઋષિ સુનાકે પ્રધાનો માટે નિર્ધારિત નીતિ નિયમોને તોડ્યા નથી. નાણામંત્રીએ પોતે એથિક્સ કમિટીના સલાહકાર ક્રિસ્ટોફર ગીડને મંત્રીઓ માટેના ધોરણોના આધારે તેમની નાણાકીય બાબતોની તપાસ કરવા જણાવ્યું હતું. ગિડેએ લખ્યું, મને મંત્રીઓ માટેના એથિક્સ કોડના (Ethics Code) આધારે ચાન્સેલરની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. મને તપાસમાં જાણવા મળ્યું કે તેઓએ તમામ જવાબદારીઓ યોગ્ય રીતે પુરી કરી છે.
ઉપરાંત ગીડેએ જણાવ્યું કે ઋષિ સુનક કાયમી યુએસ નાગરિકતા ધરાવનાર નિવાસી ગ્રીન કાર્ડ ધારક હોવા સાથે હિતોનો કોઈ સંઘર્ષ નથી, કારણ કે તેણે તે પહેલેથી જ એ છોડી દીધું હતું. સુનકે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખીને તેમને 2018 માં મંત્રી બન્યા ત્યારે કરવામાં આવેલી સંપત્તિ અને વ્યાજની ઘોષણાઓની સમીક્ષા કરવા વિનંતી કરી હતી.
એવા અહેવાલો હતા કે સુનકની શ્રીમંત ભારતીય પત્નીના બ્રિટનમાં (Britian)) નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસથી તેમને ઘણો ફાયદો થયો છે. જેના કારણે બ્રિટનમાં રાજકીય વાવંટોળ ઊભો થયો હતો. આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે બ્રિટનમાં લોકો પર ટેક્સનો બોજ વધી રહ્યો હતો ત્યારે તેની પત્ની વિદેશમાં પોતાની કમાણી પર ટેક્સ બચાવી રહી હતી.
આ પણ વાંચો : ફિનલેન્ડ-સ્વીડનનો નાટોમાં જવાનો નિર્ણય, બંને દેશના અખબારોએ કર્યો ચોકાવનારો દાવો- આ તારીખે કરશે એપ્લાઈ
આ પણ વાંચો : Saudi Arabia : 30 વર્ષથી ટોઈલેટમાં બની રહેલા ‘ભારતીય નાસ્તા’ પર લાગ્યો પ્રતિબંધ