બેલારુસના રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું ઝેર? પુતિનને મળ્યા બાદ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
પુતિન સાથે મુલાકાત કર્યા બાદ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની તબિયત અચાનક બગડી ગઈ છે. ઉતાવળમાં તેમને મોસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ માહિતી બેલારુસના વિપક્ષી નેતા વેલેરી ત્સેપાલકોએ આપી હતી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કર્યા બાદ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોની તબિયત અચાનક બગડી ગઈ છે. ત્યારે તાત્કાલિક તેમને મોસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ માહિતી બેલારુસના વિપક્ષી નેતા વેલેરી ત્સેપાલકોએ આપી હતી. લુકાશેન્કોની ગણતરી પુતિનની નજીકના નેતાઓમાં થાય છે. યુક્રેન પરના હુમલાને પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
ઝેર આપ્યું હોવાની આશંકા
ટ્વીટ કરીને માહિતી આપતા વેલેરીએ કહ્યું કે લુકાશેન્કોએ પુતિન સાથે બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ તરત જ તેમની તબિયત બગડી છે. જે બાદ તેમને મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, લુકાશેન્કો ડોકટરોની દેખરેખ હેઠળ છે. પુતિનને મળ્યા બાદ લુકાશેન્કોની અચાનક તબિયત બગડતાં ઝેરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
એલેક્ઝાન્ડર લુકાશેન્કોને ઝેર આપવાની સંભાવના વ્યક્ત કરતા વેલેરી ત્સેપલ્કોએ કહ્યું છે કે બેલારુસના રાષ્ટ્રપતિને બચાવવા માટે સુનિયોજિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી કોઈને શંકા ન થાય કે તેમને ઝેર આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની હાલત ગંભીર છે અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેમના લોહીને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમની સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને અન્ય જગ્યાએ ન લઈ જવાની સલાહ આપી છે.
લુકાશેન્કોના સ્વાસ્થ્યને લઈને પહેલા પણ ઉડી હતી અફવા
લુકાશેન્કોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી અફવાઓનું બજાર ગરમ છે. આ મહિનાની શરૂઆતમાં પણ રશિયાની વિજય દિવસની પરેડમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા. જેમાં તેઓ પુતિન સાથે લંચ પણ કરવાના હતા પરંતુ ખરાબ તબિયતના કારણે લુકાશેન્કો અચાનક બેલારુસ પરત ફર્યા હતા.
પરમાણુ હથિયારો અંગે આપ્યું હતુ નિવેદન
લુકાશેન્કોએ રવિવારે જ એક રશિયન મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે યુનિયન સ્ટેટ ઓફ બેલારુસ અને રશિયા સાથે આવનાર દેશોને પરમાણુ હથિયાર આપવામાં આવશે. આ પહેલા ગુરુવારે લુકાશેન્કોએ એવો પણ દાવો કર્યો હતો કે રશિયા પાસેથી તેમને કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરમાણુ શસ્ત્રોનું ટ્રાન્સફર શરૂ થઈ ગયું છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો