barack obamaની એક ભૂલની આજે પણ સજા ભોગવી રહ્યું છે અફઘાનિસ્તાન, એક ખુંખાર આતંકવાદીને છોડવા પાછળની સ્ટોરી

|

Aug 30, 2021 | 5:10 PM

2014 માં બરાક ઓબામા(Barack Obama)એ ખતરનાક ગુઆન્ટાનામો ખાડી જેલમાંથી 5 તાલિબાન આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. હવે આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં ફરી સત્તા પર આવ્યા

barack obamaની એક ભૂલની આજે પણ સજા ભોગવી રહ્યું છે અફઘાનિસ્તાન, એક ખુંખાર આતંકવાદીને છોડવા પાછળની સ્ટોરી
barack obama (File Picture)

Follow us on

તાલિબાન (Taliban)સમગ્ર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી રહ્યું છે અને ધીમે ધીમે તેના જૂના રંગોમાં પરત ફરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) અને તેમના વહીવટીતંત્રને અફઘાનિસ્તાન(Afghanistan)ની પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. હવે ઘણા લોકો આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને દોષી ઠેરવી રહ્યા છે, જે બિડેનના બોસ હતા. નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર ઓબામાના નિર્ણયને કારણે આજે તાલિબાન વધુ શક્તિશાળી બન્યું છે.

2014 માં બરાક ઓબામા(Barack Obama)એ ખતરનાક ગુઆન્ટાનામો ખાડી જેલમાંથી 5 તાલિબાન આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. હવે આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં ફરી સત્તા પર આવ્યા છે. 5 આતંકવાદીઓને છોડવામાં આવ્યા હતા ઓબામા દ્વારા છોડવામાં આવેલા 5 આતંકવાદીઓને Gitmo 5 કહેવાયા. તાલિબાનના ખૈરુલ્લા ખૈરખાવાહ વધુ ચાર આતંકવાદીઓ સાથે જેલમાંથી મુક્ત થયા હતા. આ આતંકવાદીઓને અમેરિકન સૈનિક સાર્જન્ટ બાઓ બર્ગદાલના બદલામાં છોડવામાં આવ્યા હતા.

આ ઘટનાને કેદી સ્વેપ કહેવામાં આવી હતી. ખૈરુલ્લાહ આ સમયે તાલિબાનનું મુખ્ય બળ બની ગયું છે. ખૈરુલ્લાની સાથે મોહમ્મદ નબી, મોહમ્મદ ફઝલ, અબ્દુલ હક વસીક અને મુલ્લા નુરુલ્લાને છોડવામાં આવ્યા હતા. મોહમ્મદ નબી કલાતમાં તાલિબાનના સુરક્ષા વડા હતા. બીજી બાજુ, હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર, ફઝલ વર્ષ 2000 અને 2001 માં શિયા મુસ્લિમોની સામૂહિક હત્યામાં સામેલ છે. વાસિક તાલિબાનમાં ગુપ્તચર નાયબ મંત્રી હતા, જ્યારે નોરુલ્લા તાલિબાનના કમાન્ડર રહી ચૂક્યા છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

ઓબામાએ કોઈનું સાંભળ્યું નહીં, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ Gitmo5 ને સૌથી ખતરનાક ગણાવ્યું હતું. એજન્સીઓએ તો ઓબામાને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા પણ કહ્યું. ઓબામા વહીવટીતંત્ર દ્વારા દરેક ચેતવણીની અવગણના કરવામાં આવી હતી. એટલું જ નહીં, તાલિબાનને ખાતરી આપવામાં આવી હતી કે આ આતંકવાદીઓ કતારમાં સુરક્ષિત રહેશે જેથી તેઓ અફઘાનિસ્તાનમાં ફરી રાજકારણમાં સક્રિય ન થઈ શકે.

પરંતુ જો ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ખેરખવાહ અને અન્ય આતંકવાદીઓએ તાલિબાન આતંકવાદીઓ સાથે સંપર્ક કર્યો છે. તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ અમેરિકન દળોને અફઘાનિસ્તાનમાંથી બહાર રાખશે. તાલિબાન શાસનને મજબુત બનાવવામાં ખૈરખાવાહે મુખ્ય ભૂમિકા ભજવી છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, દોહામાં યોજાયેલી શાંતિ મંત્રણામાં ખૈરખાવા સત્તાવાર વાટાઘાટકાર હતા. બાકીના આતંકવાદીઓ પણ પાછા આવશે ખૈરખાવાહે મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં નિમાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના રાજદૂત ઝાલ્મય ખલીઝાદ સાથે વાતચીતની શરત મૂકી હતી.

અલ જઝીરાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ખૈરખાવાહ હવે દેશનિકાલમાં રહેતા તેના બાકીના સાથીઓને અફઘાનિસ્તાન પરત લાવવાની તૈયારી કરી લીધી છે. અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી યુદ્ધ ચાલુ રાખ્યા બાદ હવે અમેરિકન સૈનિકો અહીંથી નીકળી ગયા છે. 11 સપ્ટેમ્બર 2001 ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વિદેશી દળોએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો.

તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ ઓપરેશન શરૂ કર્યું હતું. 15 ઓગસ્ટના રોજ, તાલિબાને કાબુલ પર કબજો કર્યો અને સમગ્ર અફઘાનિસ્તાન પર ફરીથી કબજો મેળવ્યો. અમેરિકી દળો ઓગસ્ટના અંતમાં અફઘાનિસ્તાન છોડવાના હતા, પરંતુ તાલિબાનના કબજાના બે અઠવાડિયા પહેલા બધાને આશ્ચર્ય થયું

Next Article