Bangladesh Violence : શેખ હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં બબાલ, 28 જિલ્લામાં આગચંપી અને બોમ્બ બ્લાસ્ટ!

Bangladesh Violence : બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે! પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસીના એલાન વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ, આગચંપી અને હુમલાની ઘટનાઓથી ખળભળાટ મચી ગયો છે. 28 જિલ્લાઓમાં હિંસાના અહેવાલો સામે આવ્યા છે, તો મોહમ્મદ યુનુસના પૈતૃક ઘર પર પણ આગચંપી થઈ છે. આખરે બાંગ્લાદેશમાં અચાનક આટલો તણાવ કેમ વધ્યો? જાણો સમગ્ર ઘટનાક્રમ.

Bangladesh Violence : શેખ હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં બબાલ, 28 જિલ્લામાં આગચંપી અને બોમ્બ બ્લાસ્ટ!
Bangladesh Violence
| Updated on: Nov 19, 2026 | 12:22 PM

બાંગ્લદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીનું એલાન થતા અને તેમની પાર્ટી અવામી લીગના બાંગ્લાદેશમાં દેશવ્યાપી લોકડાઉનનું આહવાન કરતા જ ફરી હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાંકા સહિતના અનેક શહેરોમાં દેશમાં દેશી બોમ્બના વિસ્ફોટ, વાહનોમાં આગચંપી અને રાજકીય નેતાઓનાં ઘર પર હુમલાની ઘટનાઓ સામે આવી છે.

જો કે આ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના ચટગાંવના પાંચલાઈશ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બાંગ્લાદેશની પૂર્વ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યા અનુસાર મકાનના નીચેના માળે આવેલા ખાલી રુમમાં આગ લાગી હતી. આ આગને સમયસર કાબૂમાં લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હોવાના અહેવાલ છે.

બાંગ્લાદેશના 28 જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ

મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળતા દેશના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ અને આગચંપીની ઘટના બની હતી.જેમાં 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ અને અનેક વાહનોને આગ લગાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ઢાકામાં આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઉપરાંત બાંગ્લાદેશના સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરિદપુરમાં યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંક ની વિવિધ શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં ઘર પર હુમલા અને આગચંપીના અહેવાલો પણ સામે આવ્યા છે.

ઢાકામાં 565 લોકોની ધરપકડ

હિંસાને નિયંત્રણમાં લેવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (Border Guard Bangladesh)ના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ઢાકામાં 24 કલાક દરમિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 565 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં હસીના સરકારના પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે. હાલમાં બાંગ્લાદેશમાં રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષ અને સતત હિંસક ઘટનાઓને કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે ચિંતા વધી છે.

આ પણ વાંચો : બહેરીનમાં રડાર પર હુમલા બાદ ભડક્યું અમેરિકા, ઈરાનના મિસાઈલ બેઝ પર છોડ્યાં મિસાઈલો

Follow Us
Loading...
Unable to load recommendations.