પાકિસ્તાનના થયા બે ટુકડા, બલુચિસ્તાને જાહેર કર્યો પોતાને અલગ દેશ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિના માહોલમાં બલુચિસ્તાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્યાંના લોકો પાકિસ્તાનના બદલે પોતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. બલૂચિસ્તાનનો ધ્વજ અલગ અલગ સ્થળોએ ફરકાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બલોચ લોકો તેમનું રાષ્ટ્રગીત પણ ગાઈ રહ્યા છે. સાથે જ 'વિશ્વભરના બધા દેશો માટે વિઝા ઓન અરાઈવલ, પરંતુ પાકિસ્તાનીઓને માટે બલુચિસ્તાનમાં પ્રવેશવાની સખત મનાઈ છે' એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

પાકિસ્તાનના થયા બે ટુકડા, બલુચિસ્તાને જાહેર કર્યો પોતાને અલગ દેશ
Balochistan
Image Credit source: X
| Updated on: May 09, 2025 | 12:29 AM

શું બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થઈ ગયું છે? શું બલૂચ લોકોએ પાકિસ્તાન સાથેના સંબંધો તોડી નાખ્યા છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં લોકોએ પોતાના ઘરોમાં પાકિસ્તાની ધ્વજને બદલે બલુચિસ્તાનનો ધ્વજ ફરકાવવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બલૂચ લોકો બલૂચિસ્તાનનો ધ્વજ અલગ અલગ સ્થળોએ ફરકાવી રહ્યા છે. એટલું જ નહીં, બલોચ લોકો તેમનું રાષ્ટ્રગીત પણ ગાઈ રહ્યા છે.

શું બલુચિસ્તાન એક દેશ બનશે?

બલુચિસ્તાનમાં જે રીતે પાકિસ્તાન વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે, તેનાથી એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બલુચિસ્તાન એક અલગ દેશ બની શકે છે. બલોચ લોકો તેમના ધ્વજ અને રાષ્ટ્રગીત પ્રત્યે ઉત્સાહી જોવા મળે છે. પોતાને અલગ પાડવા માટે, તેઓએ લાલ, લીલો અને વાદળી રંગોનો ધ્વજ ડિઝાઇન કર્યો છે. લોકો અલગ અલગ જગ્યાએ આ ધ્વજ ફરકાવતા જોવા મળે છે. બલૂચ લોકો દ્વારા રચિત રાષ્ટ્રગીત ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તે વિશ્વભરની વિવિધ ઓનલાઈન સંગીત વેબસાઈટ્સ પર પણ સાંભળી શકાય છે.

 

 

પાકિસ્તાનીઓને બલુચિસ્તાનમાં પ્રવેશ નહીં

બલુચિસ્તાનનો વધુ એક વીડિયો અને પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જેમાં ‘વિશ્વભરના બધા દેશો માટે વિઝા ઓન અરાઈવલ, પરંતુ પાકિસ્તાનીઓને માટે બલુચિસ્તાનમાં પ્રવેશવાની સખત મનાઈ છે’ એવો મેસેજ લખવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિના માહોલમાં બલુચિસ્તાનથી વાયરલ થયેલ આ વીડિયો પાકિસ્તાનની પડતી દર્શાવે છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર જાણવા માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 12:28 am, Fri, 9 May 25