અવળચંડા ચીનને લાગ્યો કરોડો રૂપિયાનો મોટો ઝટકો,એક રોકેટ સહિત બે સેટેલાઈટ એક મિનિટમાં ભાંગીને ભુક્કો,નેવીગેશન અને વિડિયો શેરીંગ સિસ્ટમને ફટકો

|

Jul 10, 2020 | 2:39 PM

ચીનને સતત ઝટકો લાગવાનું યથાવત છે, પહેલા ગલવાન પર ભારતથી અને પછી દક્ષિણ ચીન સાગરમાં અમેરીકાથી અને બાકી હતું તેમ હવે ચીનને અંતરીક્ષમાં પણ મોટો ઝટકો લાગ્યો છે જેવી રોકેટે ઉડાણ ભરી કે તરત જ તે ફેલ થઈ ગયું જેને લઈને તેના બે સેટેલાઈટ પણ તબાહ થઈ ગયા. ચીનને આ નુક્શાન કરોડોમાં પહોચ્યું છે. જણાવી […]

અવળચંડા ચીનને લાગ્યો કરોડો રૂપિયાનો મોટો ઝટકો,એક રોકેટ સહિત બે સેટેલાઈટ એક મિનિટમાં ભાંગીને ભુક્કો,નેવીગેશન અને વિડિયો શેરીંગ સિસ્ટમને ફટકો
http://tv9gujarati.in/avadchanda-chin-…-satellite-nasht/

Follow us on

ચીનને સતત ઝટકો લાગવાનું યથાવત છે, પહેલા ગલવાન પર ભારતથી અને પછી દક્ષિણ ચીન સાગરમાં અમેરીકાથી અને બાકી હતું તેમ હવે ચીનને અંતરીક્ષમાં પણ મોટો ઝટકો લાગ્યો છે જેવી રોકેટે ઉડાણ ભરી કે તરત જ તે ફેલ થઈ ગયું જેને લઈને તેના બે સેટેલાઈટ પણ તબાહ થઈ ગયા. ચીનને આ નુક્શાન કરોડોમાં પહોચ્યું છે. જણાવી દઈએ કે નષ્ટ પામેલા સેટેલાઈટ પૈકી એક વિડિયો શેર સાઈટ માટે હતો જ્યારે બીજો નેવીગેશન સિસ્ટમ માટે બનાવવામાં આવ્યો હતો.

ચીને ગુરૂવારે મોડી રાતે ઉત્તર પશ્ચિમ ચીનનાં જીઈકુઆ સેટેલાઈટ સેન્ટરથી રોકેટ લોન્ચ કર્યું હતુંઅને આજ રોકેટમાં બે સેટેલાઈટ પણ હતા. બે સેટેલાઈટ પૈકી વિડિયો શેર સાઈટ માટે બિલિબિલિ માટે બનાવાયો હતો જ્યારે જે બીજો નેવીગેશન હતો તે સેેટીસ્પેસ માટે હતો. બિલિબિલિ વિડિયો શેરીંગ ચાંગગુઆંગ સેટેલાઈટ કંપનીએ બનાવ્યો હતો. ચાઈનીઝ એકેડમી ઓફ સાઈન્સીઝ દ્વારા તે સંચાલિત છે. બીજો સેટેલાઈટ એટલે કે સેન્ટીસ્પેસ સ્પેસ પણ તબાહ થઈ ગયો કે જેને વિલી સેટેલાઈટ પણ કહેવામાં આવે છે. આ એક લો અર્થ ઓર્બીટ નેવિગેશન સેટેલાઈટ હતું.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

વર્ષ 2019માં આ રોકેટનાં પહેલા સ્ટેજમાં પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ થઈ ગયો હતો.ચીનનો આ વર્ષમાં 19મું લોન્ચીંગ હતું જે ખરાબ રીતે નિષ્ફળ થઈ ગયું હતું.  આ વર્ષે ચીનનાં ત્રણ રોકેટ નિષ્ફળ થઈ ગયા. આપને જણાવી દઈએ કે દુનિયાભરનાં ધંધાકિય લોન્ચીંગમાં નંબર એક અને ભરોસાપાત્ર દેશ ભારત છે. ભારત ડઝનો દેશ પૈકી સેટેલાઈટ લોન્ચીંગમાં સફળ ગણાય છે પરંતુ તે ચીનને પછાડી નથી શકતું. ચીનમાં હાલનાં સમયમાં ઘણા બધી પ્રાઈવેટ કંપનીઓ સ્પેસ લોન્ચ મિશનમાં સામેલ છે. હાલમાં લોન્ચ નિષ્ફળ ગયા બાદ ચીનની સરકારે આ ઘટનાનાં તપાસનાં આદેશ આપી દીધા છે જેથી ખબર પડી શકે કે આખરે ભૂલ ક્યાં થઈ છે?

 

 

Next Article