Covid-19 Lockdown: આ દેશમાં 20 દિવસનુ લદાયુ દેશવ્યાપી લોકડાઉન, દુકાનો અને રેસ્ટોરન્ટ બંધ

|

Nov 22, 2021 | 12:07 PM

Austria Lockdown Update: યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને અંકુશમાં લેવા માટે સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે.

Covid-19 Lockdown: આ દેશમાં 20 દિવસનુ લદાયુ દેશવ્યાપી લોકડાઉન, દુકાનો અને રેસ્ટોરન્ટ બંધ
File photo

Follow us on

Austria Enters Nationwide Lockdown: કોરોના વાયરસના (Corona) ચેપના વધતા જતા કેસોને રોકવા માટે ઓસ્ટ્રિયામાં (Austria)સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયા સહિત યુરોપના ઘણા દેશોમાં કોવિડ-19ના કેસો વધી રહ્યા છે. જે ત્યાંની આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર ભારે પડી રહ્યા છે.

અહીં લાદવામાં આવેલ લોકડાઉન મહત્તમ 20 દિવસ સુધી ચાલશે. જો કે 10 દિવસ પછી તેનું પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન લોકોના બિનજરૂરી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. રેસ્ટોરાં અને મોટાભાગની દુકાનો બંધ રહેશે અને મોટા કાર્યક્રમો રદ કરવામાં આવશે.

શાળાઓ અને ‘ડે-કેર સેન્ટરો’ ખુલ્લા રહેશે. પરંતુ માતાપિતાને બાળકોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે. ઑસ્ટ્રિયામાં લૉકડાઉન પ્રતિબંધો 13 ડિસેમ્બરના રોજ હટાવવામાં આવી શકે છે પરંતુ શક્ય છે કે જેમને રસી આપવામાં આવી નથી તેમના માટે પ્રતિબંધો ચાલુ રહેશે. એક દિવસ પહેલા રવિવારે મધ્ય વિયેનાના બજારો લોકડાઉન પહેલા ક્રિસમસ શોપિંગ અને મુસાફરીનો આનંદ માણવા માટે વિયેનાના બજારોમાં ઉમટી પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પહેલા લોકડાઉન દરેક માટે નહોતું
ચાન્સેલર એલેક્ઝાન્ડર શેલેનબર્ગે શુક્રવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. પછી તેણે એમ પણ કહ્યું કે આવતા વર્ષે 1 ફેબ્રુઆરીથી અહીંના લોકો માટે રસીકરણ ફરજિયાત કરી શકાય છે . અગાઉ એવા અહેવાલ હતા કે ઓસ્ટ્રિયાએ ફક્ત તે લોકો માટે લોકડાઉન લાદ્યું છે જેમણે હજુ સુધી રસી નથી આપી. આ લોકોને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેઓને રસી ન મળે ત્યાં સુધી તેમને જાહેર સ્થળોએ જવા દેવામાં આવશે નહીં. જો કે, બાદમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો અને તમામ લોકો માટે લોકડાઉન લાદી દીધું.

રેકોર્ડ સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે
ઓસ્ટ્રિયાના સઘન સંભાળ ચિકિત્સકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ‘સોસાયટી ફોર એનેસ્થેસિયોલોજી, રિસુસિટેશન એન્ડ ઇન્ટેન્સિવ કેર મેડિસિન’ના પ્રમુખ વોલ્ટર હસીબેડરે ઑસ્ટ્રિયન ન્યૂઝ એજન્સી ‘APA’ને કહ્યું, ‘અમે દિવસેને દિવસે ચેપના રેકોર્ડ આંકડાઓ અનુભવ્યા છે. હવે કેસો પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે.’ છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સંક્ર્મણના 10,000થી વધુ નવા કેસ નોંધાયા છે. હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને આ રોગચાળાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

આ પણ વાંચો : Shilpa Shetty wedding-anniversary : લગ્નની વર્ષગાંઠ પર શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા માટે લખ્યો આવો મેસેજ, પોસ્ટ થઇ વાયરલ

આ પણ વાંચો : UP Crime: ડોક્ટર સાહેબ, મને તમારી પત્ની ખૂબ ગમે છે છૂટાછેડા આપી દો, ગેંગસ્ટરે ધમકી આપીને અધધ..રકમ વસૂલી

Next Article