
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પોતાની ગર્લફ્રેન્ડ જોડી હેડન સાથે લગ્ન કર્યા છે. બંને પાંચ વર્ષ પહેલા મળ્યા હતા, અને વેલેન્ટાઇન ડે 2024 ના રોજ અલ્બેનીઝે હેડનને પ્રપોઝ કર્યા હતા. ત્યારબાદ, અનેક વર્ષોની સગાઈ પછી હવે આ દંપતી લગ્નનાં બંધનમાં બંધાઈ ગયું છે.
શનિવારે કેનબેરાના “ધ લોજ” ખાતે એક ખાનગી સમારંભમાં લગ્ન કરવામાં આવ્યા. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાં અલ્બેનીઝે માત્ર એક શબ્દ લખ્યો, “Married” અને સાથે એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તેઓ બોનેટ ટાઈ પહેરેલા જોવા મળે છે અને હસતી દુલ્હનનો હાથ પકડીને ચાલતા દેખાય છે.
62 વર્ષીય એન્થોની અલ્બેનીઝે 45 વર્ષીય દુલ્હન હેડન સાથે લગ્ન કર્યા છે. જેથી અલ્બેનીઝ પત્ની કરતા 17 વર્ષ મોટા છે. તેઓ પદ પર રહીને લગ્ન કરનારા ઓસ્ટ્રેલિયાના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.
“અમે આપણો પ્રેમ અને જીવનભરની પ્રતિબદ્ધતા અમારા પરિવાર અને નજીકના મિત્રો સાથે શેર કરી શક્યા તે માટે અત્યંત આભારી છીએ.”
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એન્થોની અલ્બેનીઝ અને જોડી હેડનને લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા.
Married❤️ pic.twitter.com/mSzojtBF2I
— Anthony Albanese (@AlboMP) November 29, 2025
અહેવાલો અનુસાર, અલ્બેનીઝ અને હેડન માર્ચ 2020 માં મેલબોર્નમાં એક બિઝનેસ ડિનર દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને સંબંધો આગળ વધ્યા. 2022 અને 2025ની ઓસ્ટ્રેલિયન ફેડરલ ચૂંટણી ઝૂંબેશ દરમિયાન હેડન અલ્બેનીઝને સતત ટેકો આપતી જોવા મળી હતી.
વેલેન્ટાઇન ડે 2024 પર પ્રપોઝ કર્યા પછી હવે બંને સત્તાવાર રીતે પરિણીત બની ગયા છે. નવીનતાથી ભરેલા સમારંભ બાદ, નવા દંપતી હવે પાંચ દિવસની હનીમૂન ટ્રીપ પર જશે.
જોડી હેડન ઓસ્ટ્રેલિયન નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં 20 વર્ષનો અનુભવ ધરાવતી વ્યાવસાયિક છે અને મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવતી હિમાયતી છે. 1979 માં જન્મેલી હેડન ન્યૂ સાઉથ વેલ્સના સેન્ટ્રલ કોસ્ટ પર ઉછરી છે.
તેમણે બેન્કિંગ, ફાઇનાન્સ અને સુપરએન્યુએશન ક્ષેત્રમાં અનેક કંપનીઓમાં ઉચ્ચ પદો પર કામ કર્યું છે. ફેબ્રુઆરી 2022 માં Women’s Officer (મહિલા અધિકારી) તરીકે નિમવામાં આવી હતી. તે અગાઉ NSW Public Service Association માટે યુનિયન ડેલિગેટ તરીકે પણ કાર્યરત રહી ચૂક્યો છે.
એન્થોની અલ્બેનીઝ અગાઉ NSW ના ભૂતપૂર્વ ડેપ્યુટી પ્રીમિયર કાર્મેલ ટેબ્બટ સાથે વિવાહિત હતા. આશરે 20 વર્ષના લગ્નજીવન બાદ આ દંપતી 2019 માં અલગ થઈ ગયું. તેમને નાથન નામનો પુત્ર છે.
Published On - 3:25 pm, Sun, 30 November 25