Indonesia માં વધુ એક દુર્ઘટના, ભૂસ્ખલન થતાં 11 ના મોત

|

Jan 10, 2021 | 2:43 PM

Indonesia માં છેલ્લા બે દિવસમા બે મોટી દુર્ઘટના થઇ છે, ગઇકાલે થયેલા પ્લેન ક્રેશમાં 62 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો હવે લેંડ સ્લાઇડના લીધે.

Indonesia માં વધુ એક દુર્ઘટના, ભૂસ્ખલન થતાં 11 ના મોત

Follow us on

Indonesia માં છેલ્લા બે દિવસમા બે મોટી દુર્ઘટના થઇ છે, ગઇકાલે થયેલા પ્લેન ક્રેશમાં 62 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો હવે લેંડ સ્લાઇડના લીધે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ જણાવ્યું કે ગઇકાલે જાવાના સુમેડાંગ જીલ્લામાં લેંડ સ્લાઇડ થયુ છે જેમાં લગભગ 11 જેટલા લોકોનુ મૃત્યુ થયુ છે અને 18 જેટલા લોકો ઘાયલ થયા છે.

ઇન્ડોનેશિયાની નેશનલ એજન્સી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (BNPB) ના અધિકારી રાદિત્ય જાતીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રથમ ભૂસ્ખલન તે વિસ્તારમાં ભારે વરસાદ અને જમીનની અસ્થિર સ્થિતિને કારણે થયું હતું.” ત્યારબાદ દબાયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી હતી તે સમયે બીજુ ભૂસ્ખલન થયું જેના લીધે બચાવ કામગીરીમાં લાગેલા લોકો પણ જખમી થયા છે ”

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

શોધખોળ અને બચાવ કામગીરી હવે ફરીથી શરૂ કરવામાં આવી છે, જે લશ્કર, પોલીસ અને સ્થાનિક ડિઝાસ્ટર એજન્સીના કાર્યકરોની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે, તેઓએ ધટના સ્થળ પર બચાવ કામગીરી માટે ભારે સાધનો મંગાવ્યા છે.

શનિવારના ભારે વરસાદને લીધે પશ્ચિમ જાવાના કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું હતું, ઇન્ડોનેશિયાના હવામાનશાસ્ત્રી અને જિયોફિઝિક્સ એજન્સીએ રવિવાર અને સોમવારે ભારે વરસાદ, વીજળી અને જોરદાર પવનની આગાહી કરી રહી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં વરસાદી માહોલનો ટોચનો મહિનો જાન્યુઆરી અને ફેબ્રુઆરી છે.

Next Article