અમેરિકા સાઉદી અરેબિયાને આપશે આક્રમક હથિયારો, યમન હુતીઓને રોકવાનો નવો પ્લાન

|

Aug 13, 2024 | 9:55 AM

અમેરિકા ફરી એકવાર સાઉદી અરેબિયાને આક્રમક હથિયારો આપવા માટે તૈયાર છે. આ ડીલથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદી અરેબિયાને સમર્થન આપવા માટે આવું કરી રહ્યું છે. આ સમગ્ર ડીલ ફરી શરૂ કરવા પાછળ ગાઝા તણાવ પણ મુખ્ય કારણ છે.

અમેરિકા સાઉદી અરેબિયાને આપશે આક્રમક હથિયારો, યમન હુતીઓને રોકવાનો નવો પ્લાન
Image Credit source: Social Media

Follow us on

અમેરિકાએ જાહેરાત કરી છે કે તે સાઉદી અરેબિયાને ફરીથી આક્રમક હથિયારો વેચવાનું શરૂ કરશે. એક ખાનગી પોર્ટલના સમાચાર અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસને નિર્ણય લીધો છે કે તેઓ થોડા વર્ષો પહેલા યમન પર સાઉદીની આક્રમક કાર્યવાહી બાદ બંધ કરાયેલી આક્રમક હથિયારોની સપ્લાય ફરી શરૂ કરશે.

ત્રણ વર્ષ પહેલા શસ્ત્ર સપ્લાય બંધ થયા બાદ બંને દેશોના સંબંધોમાં અંતર આવી ગયું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ સોદો ફરીથી શરૂ કરવા માટે કામ પૂર્ણ કરી લીધુ છે, અને અમે અમારા ભાગને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. અત્રે એ નોંધનીય છે કે યમન પર હુમલાને કારણે અમેરિકાએ સાઉદી સાથેની આ ડીલ ખતમ કરી દીધી હતી, હવે એ જ યમન પર અમેરિકન સંગઠન સેના બનાવીને હુમલો કરી રહ્યું છે.

“સાઉદી અરેબિયા અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે”

વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયા અમેરિકાનું નજીકનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમે આ ભાગીદારીને આગળ લઈ જવા માટે આતુર છીએ. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ રિયાધ અને સના વચ્ચેના કરાર માટે આક્રમક નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, યમન સરકારે અમેરિકા પર સાઉદી અને યમન વચ્ચેના શાંતિ કરારને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

અમેરિકા સાઉદીને શસ્ત્રો કેમ આપી રહ્યું છે?

આ સમગ્ર ડીલ ફરી શરૂ કરવા પાછળ ગાઝા તણાવ પણ મુખ્ય કારણ છે. જેના કારણે યમનના હુથીઓ અમેરિકા અને ઈઝરાયેલના જહાજોને સતત નિશાન બનાવી રહ્યા છે. હુતી બળવાખોરોને રોકવા માટે અમેરિકાએ એક સંગઠિત સેના બનાવી છે અને હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા ઈચ્છે છે કે સાઉદી પણ આ સંગઠનનો હિસ્સો બને અથવા હુથીઓને રોકવા માટે પગલાં ભરે, પરંતુ સાઉદી આવું કરવાનું ટાળી રહ્યું છે.

ત્રણ વર્ષ પહેલા અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ યમન પર સાઉદીની કાર્યવાહીની નિંદા કરી હતી અને તેને માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. હવે આ બાઈડન પ્રશાસને યમન પર હુમલો શરૂ કરી દીધો છે. હૂતી સાથેના તણાવથી, અમેરિકાએ યમન પર 135થી વધુ ટોમાહૉક મિસાઇલો છોડી છે અને 7 હવાઈ હુમલા કર્યા છે, એક અંદાજ મુજબ, આ હુમલાઓ કરવા માટે ઓછામાં ઓછા 420 મિસાઇલો અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bangladesh Hindu: 7 દિવસમાં 205 ઘટનાઓ, સેંકડો પરિવાર બરબાદ… બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનું સત્ય

Next Article