Americaએ લીધો મોટો નિર્ણય, જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેક્સિન પર લગાવી અસ્થાયી રોક

|

Apr 13, 2021 | 7:49 PM

દુનિયાભરમાં કોરોના વાઈરસ (Corona Virus)ના વધતા કેસની વચ્ચે તેની વેક્સિનને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પહેલા એસ્ટ્રાજેનેકાની વેક્સિનથી બ્લડ કલોટના કેસ સામે આવ્યા છે.

Americaએ લીધો મોટો નિર્ણય, જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેક્સિન પર લગાવી અસ્થાયી રોક
File Image

Follow us on

દુનિયાભરમાં કોરોના વાઈરસ (Corona Virus)ના વધતા કેસની વચ્ચે તેની વેક્સિનને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પહેલા એસ્ટ્રાજેનેકાની વેક્સિનથી બ્લડ કલોટના કેસ સામે આવ્યા છે. હવે જોન્સન એન્ડ જોન્સન (Johnson & Johnson Vaccine)ની રસીથી પણ સમસ્યાઓ થઈ હોવાની વિગત સામે આવી રહી છે. તેને દેખતા અમેરિકાએ જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન પર હાલમાં અસ્થાયી રોક લગાવી દીધી છે.

 

US FDAએ આ સંબંધમાં નિવેદન આપતા કહ્યું કે અમે સાવધાની રાખતા જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન પર હાલમાં અસ્થાયી રોક લગાવી રહ્યા છે. અમેરિકામાં વેક્સિન લીધા બાદ બ્લડ ક્લોટના 6 કેસ સામે આવ્યા છે અને તંત્ર તેની સમીક્ષા કરી રહ્યું છે. આ બ્લડ ક્લોટના કેસ ખૂબ દુર્લભ છે. આ પ્રકારની સાઈડ ઈફેક્ટ આવી ખુબ જ દુર્લભ છે. યૂરોપિયન મેડિસિન્સ એજન્સી પણ આ વેક્સિનની સમીક્ષા કરવામાં લાગી છે.

 

 

આવતીકાલે થશે બેઠક

અમેરિકી એજન્સી FDAએ કહ્યું કે આ બ્લડ ક્લોટની સારવાર સામાન્યથી અલગ છે. CDCની એડવાઈઝરી કમેટી ઓફ ઈમ્યુનાઈઝેશન પ્રેક્ટિસ (ACIP)ની બેઠક બોલાવશે. આ બેઠકમાં અત્યાર સુધી સામે આવેલા કેસની સમીક્ષા કરવામાં આવશે અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. FDA તેની સમીક્ષા કરશે અને સાથે જ બ્લડ ક્લોટના કેસોની તપાસ કરશે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી નહીં થઈ જાય, અમે આ વેક્સિનને રોકવા માટેનો નિર્ણય કરી રહ્યા છે.

 

 

અમેરિકાના 4 ક્લિનિક પહેલા જ જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન પર રોક લગાવી ચૂક્યા હતા. જોર્જિયાના ક્યૂમિંગ્સમાં 8 લોકો પર વેક્સિનની સાઈડ ઈફેક્ટસ સામે આવી હતી. આ 8 તે 425 લોકોમાં સામેલ હતા, જેમને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન આપવામાં આવી હતી. અમેરિકાના કોલોરાડોમાં પણ 11 લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી.

 

ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ઉત્તરી કેરોલિનામાં 18 એવા કેસ સામે આવ્યા હતા. જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે તેના 2 ડોઝ લેવાની જરૂરિયાત નથી. તેનો 1 ડોઝ જ યોગ્ય જણાવવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: RAJKOT : કોરોનાને ડામવા મહંતે શરૂ કરી 7 ધૂણી તપસ્યા ,41 ડિગ્રી તાપમાનમાં કરશે સાધના

Next Article