Air India : એરલાઈનના અધિકારીઓએ (Airline Officer) જણાવ્યુ હતુ કે, યુએસ દ્વારા 5G રોલઆઉટ બાદ એર ઈન્ડિયાએ યુએસ ઓથોરિટીની (US Authority) મંજૂરી બાદ 21 જાન્યુઆરીથી દેશમાં B777 કામગીરી ફરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે 5G રોલઆઉટને કારણે એર ઈન્ડિયાએ અગાઉ યુએસએની આઠથી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી.
#FlyAI : Flight operations to/from destinations in USA were affected during last two days.
We would like to inform our passengers traveling to/from destinations in the USA that effective 0001hrs of 21st January 2022 normal flights operations will recommence to/from USA.
— Air India (@airindiain) January 20, 2022
ઉલ્લેખનીય છે કે બોઈંગે એર ઈન્ડિયાને USમાં B777 પર સંચાલન કરવાની મંજૂરી આપી છે. તે મુજબ શુક્રવારે સવારે પ્રથમ ફ્લાઈટ જોન એફ કેનેડી માટે રવાના થઈ છે. સાથે જ અન્ય ફ્લાઈટ્સ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો રવાના થશે. હાલ ફસાયેલા મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા પર કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ બુધવારે, USમાં 5G વાયરલેસ નેટવર્કના રોલઆઉટ બાદ ભારતે એર ઈન્ડિયાની આઠ ફ્લાઈટ્સ રદ કરી હતી.
અગાઉ એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, “યુએસએમાં 5G સંચારની કામગીરીને કારણે, અમે 19 જાન્યુઆરીની નીચેની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકીશું નહી”
#FlyAI: Due to deployment of the 5G communications in USA,we will not be able to operate the following flights of 19th Jan’22:
AI101/102 DEL/JFK/DEL
AI173/174 DEL/SFO/DEL
AI127/126 DEL/ORD/DEL
AI191/144 BOM/EWR/BOMPlease standby for further updates.https://t.co/Cue4oHChwx
— Air India (@airindiain) January 18, 2022
એર ઈન્ડિયાએ ઉત્તર અમેરિકામાં 5G ઈન્ટરનેટ સેવાને કારણે બુધવારે ભારત-યુએસ રૂટ પર આઠ ફ્લાઈટ્સ રદ કરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યુ હતુ કે, B777 સહિત ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટમાં ફીટ કરાયેલા રેડિયો અલ્ટિમીટર 5G સેવાઓથી પ્રભાવિત થશે નહીં.
આ પણ વાંચો : Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?
આ પણ વાંચો : Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ
Published On - 11:52 am, Fri, 21 January 22