સિડની આતંકી હુમલાખોર પાસેથી બંદૂક આંચકી લેનાર અહેમદ શેનો ધંધો કરે છે ? ઓસ્ટ્રેલિયાના PM એ લીધી મુલાકાત

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આતંકવાદી હુમલા દરમિયાન અહેમદ અલ-અહમદે જબરી હિંમત બતાવી હતી. તેણે આડેઘડ ગોળીબાર કરતા આતંકવાદી હુમલાખોરને પાછળથી પકડી લીધો અને તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી હતી. જોકે, આ દરમિયાન તેને ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. હવે અહેમદ અલ-અહમદ બાબતે એવું સામે આવ્યું છે કે અહેમદ ફળો વેચવાનો વ્યવસાય નથી કરતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીઝે અહેમદ અલ-અહમદની ખબર અંતર પુછવા હોસ્પિટલ ગયા હતા. અને તેણે દર્શાવેલ બહાદુરીની પ્રશંસા કરી હતી.

સિડની આતંકી હુમલાખોર પાસેથી બંદૂક આંચકી લેનાર અહેમદ શેનો ધંધો કરે છે ? ઓસ્ટ્રેલિયાના PM એ લીધી મુલાકાત
| Edited By: | Updated on: Dec 16, 2025 | 12:25 PM

ગત રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે આતંકવાદ અને અંધાધૂંધ ગોળીબારના અસંખ્ય વીડિયો સામે આવ્યા, ત્યારે એક બહાદુર વ્યક્તિનો પણ વીડિયો સામે આવ્યો છે, જેણે આતંકી હુમલાખોરને પાછળથી પકડી લીધો અને બહાદૂરીપૂર્વક તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી. આ વ્યક્તિનું નામ અહેમદ અલ-અહમદ છે.

સિડની આતંકવાદી હુમલા દરમિયાન અહેમદની બહાદુરીને કારણે, તેને સોશિયલ મીડિયા પર હીરો તરીકે બિરદાવવામાં આવી રહ્યો છે અને તેની બહાદુરીની વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. દરમિયાન, અહેમદ અલ-અહમદ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર સામે આવી છે. પ્રારંભિક અહેવાલો એવા સામે આવ્યા હતા કે, તે ફળ વેચવાનો વ્યવસાય કરે છે, જો કે, હવે સામે આવેલા સાચા અહેવાલ કંઈક અલગ જ છે.

અહેમદ અલ અહમદ શું કરે છે?

શરૂઆતના અહેવાલોથી વિપરીત, 40 વર્ષીય અહેમદ અલ અહેમદ ખરેખર તમાકુ અને ખાસ સુવિધા સ્ટોરનો માલિક છે, જે તે 2021 થી ચલાવી રહ્યો છે. સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

હોસ્પિટલમાં દાખલ

અહેમદ અલ અહેમદ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. એન્કાઉન્ટર દરમિયાન તેને બે ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે હોસ્પિટલમાં અહેમદ અલ અહેમદની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝે હોસ્પિટલમાં અહેમદ સાથેની તેમની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો.

પીએમ અલ્બેનીઝે તેમને મળ્યા

અહેમદ અલ અહેમદએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર વીડિયો શેર કર્યો. તેમણે વીડિયોની કેપ્શનાં લખી જણાવ્યું કે, “અહેમદ, તમે એક ઓસ્ટ્રેલિયન હીરો છો. તમે બીજાઓને બચાવવા માટે તમારો જીવ જોખમમાં મૂક્યો.” તેમણે બોન્ડી બીચ પર વ્યક્તિગત રીતે ખતરનાક પરિસ્થિતિમાં પગ મૂક્યો અને ગોળીબાર કરનાર પાસેથી હથિયાર છીનવી લેવામાં બહાદુરી બતાવી. તે સૌથી અંધકારમય સમયમાં છે જ્યારે આપણે ઓસ્ટ્રેલિયનોનું શ્રેષ્ઠ જોઈએ છીએ, અને રવિવારની રાત્રે આપણે તે જ જોયું. દરેક ઓસ્ટ્રેલિયન વતી, હું તમારો આભાર માનું છું.

અહમદ અલ અહમદ સાથેની મુલાકાત બાદ, વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું, “અહેમદ અલ અહમદને મળવું ખૂબ જ સન્માનની વાત હતી. તેઓ એક સાચા ઓસ્ટ્રેલિયન હીરો છે. તેઓ ખૂબ જ નમ્ર માણસ છે. તેમણે તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તેનું વર્ણન કર્યું, કારણ કે તેઓ તેમની સામે બનતી ભયાનક ઘટનાઓ જોઈ રહ્યા હતા. તેઓ મિત્રો અને સંબંધીઓ સાથે બોન્ડી બીચ પર હતા.

 

તેઓ ફક્ત એક કપ કોફી પીવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો. તેમણે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું, અને તેમની બહાદુરી બધા ઓસ્ટ્રેલિયનો માટે પ્રેરણારૂપ છે.

તેમની સ્થિતિમાં કેવી રીતે સુધારો થયો છે?

અહેમદ અલ અહમદના સ્વાસ્થ્ય વિશે વાત કરતા, વડા પ્રધાને કહ્યું કે, તેમની આવતીકાલે બીજી સર્જરી કરાવવામાં આવશે. તેમના માતાપિતા સીરિયાથી તેમની મુલાકાત લઈ રહ્યા છે. અહમદ માનવતાની શક્તિનું એક તેજસ્વી ઉદાહરણ છે.

સિડનીમાં થયેલા સામૂહિક ગોળીબાર બાદ, બે શૂટર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, પિતા-પુત્રની જોડીએ હુમલો કર્યો હતો. પિતા, સાજિદ અકરમનું પોલીસ એન્કાઉન્ટરમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પુત્ર, નવીદ અકરમની ધરપકડ કરવામાં આવી છે. બંનેના પાકિસ્તાન સાથે જોડાણ હોવાનું સામે આવ્યું છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Published On - 11:09 am, Tue, 16 December 25