કારગીલ યુધ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સૈન્ય અને શસ્ત્રોમાં કોણ ? કેટલુ ? મજબૂત

|

Jul 26, 2020 | 12:30 PM

રત અને પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુધ્ધ થયે અને કારગીલ યુધ્ધમાં ભારતે હાસંલ કરેલ વિજયને 21 વર્ષ પૂરા થયા. ભૌગોલીક પરીસ્થિતને કારણે શરૂઆતના તબક્કે પાકિસ્તાન ભારત ઉપર હાવી હતુ. પરંતુ બોફર્સ સહીતની ટેન્ક અને વાયુસેનાના પગલે ભારતે કારગીલ અને ટાઈગર હીલમાંથી પાકિસ્તાની સૈન્યને મારી હટાવ્યુ. કારગીલ યુધ્ધ બાદ, બન્ને દેશોએ સૈન્ય જરૂરીયાતો પૂરી કરવા ઉપર ભાર […]

કારગીલ યુધ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સૈન્ય અને શસ્ત્રોમાં કોણ ? કેટલુ ? મજબૂત

Follow us on

રત અને પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુધ્ધ થયે અને કારગીલ યુધ્ધમાં ભારતે હાસંલ કરેલ વિજયને 21 વર્ષ પૂરા થયા. ભૌગોલીક પરીસ્થિતને કારણે શરૂઆતના તબક્કે પાકિસ્તાન ભારત ઉપર હાવી હતુ. પરંતુ બોફર્સ સહીતની ટેન્ક અને વાયુસેનાના પગલે ભારતે કારગીલ અને ટાઈગર હીલમાંથી પાકિસ્તાની સૈન્યને મારી હટાવ્યુ. કારગીલ યુધ્ધ બાદ, બન્ને દેશોએ સૈન્ય જરૂરીયાતો પૂરી કરવા ઉપર ભાર મૂક્યો. 1999માં પાકિસ્તાન કરતા ભારતનું ચાર ગણુ ડિફેન્સ બજેટ હતુ. 2019માં આ બજેટ 7 ગણુ થઈ ગયુ. ભારતની અગ્નિ મિસાઈલ પાકિસ્તાનના શાહીન કરતા બે ગણી મારક ક્ષમતા ધરાવે છે.  પાકિસ્તાન કરતા ભારતની સેના ત્રણ ગણી, ફાઈટર પ્લેન, ટેંક કે સબમરીનમાં પણ પાકિસ્તાન કરતા ભારત ક્યાય આગળ. જુઓ આ અહેવાલ.

કારગીલ યુધ્ધ સમયે ભારતનુ ડિફેન્સ બજેટ 104 હજાર કરોડનું હતું. તો પાકિસ્તાનનુ ડિફેન્સ બજેટ 23 હજાર કરોડનું હતું. 20 વર્ષ પછી પાકિસતાનના ડિફેન્સ બજેટમાં 77 ટકાનો વધારો થયો જો કે ભારતના 1999ના ડિફેન્સ બજેટ કરતા પણ પાકિસ્તાનનું આજનુ બજેટ 27 હજાર કરોડ ઓછુ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પાકિસ્તાન કરતા ભારતના આર્મડ ફોર્સની તાકાત ત્રણ ગણી છે. 1999માં ભારતની આર્મ્સ ફોર્સની સંખ્યા અંદાજે 23 લાખની હતી. 2019માં વધીને 30 લાખથી વધુ થઈ. 20 વર્ષમાં આ સંખ્યામાં 7 લાખનો વઘારો થયો.પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સની સંખ્યા 8 લાખથી વધીને 9 લાખ થઈ છે.

ભારત પાસે 14.44 લાખ એકટિવ સેના ઉપરાંત 21 લાખ રિઝર્વ સેના છે. જે કોઈ પણ તાકીદની પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ છે. જ્યારે પાકિસ્તાન પાસે 6.54 લાખ એકટિવ અને 5.50 લાખ જ રિઝર્વ ફોર્સ છે.


ભારત પાસે 9 બેલિસ્ટીક મિસાઈલ છે. જેમાં અગ્નિ-3નો પણ સમાવેશ થાય છે. અગ્નિ મિસાઈલ ભારતની સૌથી વધુ શક્તિશાળી મિસાઈલ છે. તો પાકિસ્તાન પાસે શાહીન-2 સૌથી વધુ શક્તિશાળી મિસાઈલ છે. ભારતની અગ્નિ ન્યુક્લિયલ મિસાઈલ 3000થી 5000 કિલોમીટર દૂર સુધી ટાર્ગેટઉપર ત્રાટકી શકે તેવી છે. જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 2,000 કિંલોમીટર દૂરના ટાર્ગેટ ઉપર ત્રાટકી શકે છે.

Published On - 12:26 pm, Sun, 26 July 20

Next Article