ભારતીય પ્રવાસીઓએ શરૂ કરેલ બહિષ્કાર વચ્ચે તુર્કિયેના પર્યટન વિભાગનો પત્ર થયો વાયરલ, જાણો શું લખ્યું છે એમા

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને, તુર્કિયે પાસેથી ઉછીના લીધેલા ડ્રોનથી ભારતના કાશ્મીરથી લઈને કચ્છ સરહદે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનને ડ્રોન આપનાર તુર્કિયેની શાન ઠેકાણે લાવવા માટે પ્રવાસ શોખીન ભારતીયોએ તુર્કિયેના બહિષ્કારની શરૂઆત કરી છે. જેનાથી તુર્કીનુ પ્રવાસન વિભાગ ફફડી ઉઠ્યું છે.

ભારતીય પ્રવાસીઓએ શરૂ કરેલ બહિષ્કાર વચ્ચે તુર્કિયેના પર્યટન વિભાગનો પત્ર થયો વાયરલ, જાણો શું લખ્યું છે એમા
| Edited By: | Updated on: May 15, 2025 | 7:15 PM

તુર્કિયેના પ્રવાસન વિભાગે, ખાસ કરીને ભારતીયો માટે જાહેર કરેલ પત્રમાં એવી અપીલ કરી છે કે, ભારતીયો માટે તુર્કિમાં કોઈપણ યાત્રા મુલતવી રાખવા કે રદ કરવાનું કોઈ કારણ નથી. ભારતીય નાગરિકોને અસર કરતા કોઈ પ્રતિબંધો કે સલામતીને લગતા ઈસ્યુ તુર્કિમાં નથી. આથી ભારતીયોએ તેમની યાત્રા રદ ન કરવા કે મુલતવી ના રાખવા માટે અપીલ કરાઈ છે. જો કે તુર્કિના આ પત્રની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી. પરંતુ ભારતના કેટલાક રાજકારણીઓએ આ પત્રની નકલને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભારત વિરોધી તુર્કિનો ઉધડો લીધો છે.

દર્શિત પટેલ નામના એક ઉપયોગકર્તાએ, તુર્કિનો કથિત પત્ર શેર કર્યો અને એ પોસ્ટમાં દાવો કર્યો છે કે, “તુર્ક ભારતીયોને પાછા આવવા અને તેમના દેશમાં હરવા ફરવા માટે મુસાફરી કરવા માટે વિનંતી કરી રહ્યું છે.”

તો બીજી બાજુ શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતીયો એવા દેશમાં પ્રવાસન પર તેમના પૈસા નહીં ખર્ચે, જે પાકિસ્તાનને સશસ્ત્ર બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.

“ના તુર્કિ, ભારતીયો એવા દેશમાં પર્યટન પર પૈસા ખર્ચીને નહીં આવે જે પાકિસ્તાનને હથિયાર બનાવવા માટે આ જ રીતે ઉપયોગ કરે છે. તમારા પ્રવાસીઓને બીજે ક્યાંય શોધો, અમારા પૈસા લોહીના પૈસા નથી,” ચતુર્વેદીએ એમ પણ લખ્યું છે.

કેરળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ સોશિયલ મીડિયામાં તુર્કિનો કથિત પત્ર શેર કર્યો અને લખ્યું: “ના આભાર


સોશિયલ મીડિયામાં હાલ તુર્કિનો કથિત પત્ર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયા યુઝર્સ આ પત્ર વિરુદ્ધ પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરીને, ભારત પ્રત્યેનો દેશપ્રેમ દર્શાવી રહ્યાં છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 8:56 pm, Tue, 13 May 25