પ્રતિશોધ અંગે મોદીના મક્કમ નિર્ધાર બાદ ભીંસમાં મૂકાયેલ પાકિસ્તાને તાબડતોબ યોજી NSC બેઠક, આર્મી ચીફ મુનિરને શરિફે બતાવ્યુ તેનુ સ્થાન

પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પ્રતિશોધની વાત ઉચ્ચારી છે, તે જોતા પાકિસ્તાનમાં આર્મી ચીફ અસીમ મુનીરનું પદ અનિશ્ચિત બની ગયું છે. તેમના વિવાદાસ્પદ નિવેદનો અને આતંકી હુમલાઓને લઈને અસીમ મુનીર પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

પ્રતિશોધ અંગે મોદીના મક્કમ નિર્ધાર બાદ ભીંસમાં મૂકાયેલ પાકિસ્તાને તાબડતોબ યોજી NSC બેઠક, આર્મી ચીફ મુનિરને શરિફે બતાવ્યુ તેનુ સ્થાન
| Edited By: | Updated on: Apr 24, 2025 | 6:44 PM

બિહારના મધુબની ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ઉચ્ચારેલી ચેતવણી બાદ પાકિસ્તાનમાં ભારે ગભરાટ ફેલાયો છે. મોદીના નિવેદન બાદ પાકિસ્તાને તાકીદે NSC બેઠક યોજી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે, ભારત સાથે અથડામણમાં ઉતરવાની શેખી હાંકનાર મુનીરને, ત્રીજા નંબર પર બેસાડીને તેનુ સ્થાન બતાવી દીધુ છે.

તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે એક જાહેર કાર્યક્રમમાં ભારતની વાત કરીને, પાકિસ્તાન દેશના સર્જન ઉપર ભગો વાટ્યો હતો. આ ઘટના બાદ આર્મી ચીફ તરીકે મુનીરની ઠેર ઠેર ટીકા થવા લાગી હતી. વિવાદમાં આવેલ આર્મી ચીફ મુનિરનુ સ્થાન હવે પાકિસ્તાનની સરકારને ખતરારૂપ લાગી રહ્યુ છે. જેના કારણે જ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે, NSC બેઠક ત્રીજા નંબર પર બેસાડીને તેનુ સ્થાન બતાવી દીધુ છે.

મુનીરની ભારત સાથેની અથડામણની શેખી અને પહેલગામના બાઈસરન હુમલા અંગે આઈએસઆઈના આર્શિવાદ હોવાની વાતથી પાકિસ્તાન સરકારમાં પણ ભવા ખેંચાયા છે. આથી જ આજે મળેલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં, તેમને ત્રીજા સ્થાને બેસાડવામાં આવ્યા હતા. આ અગાઉ જ્યારે પણ આવી મહત્વની બેઠક યોજાતી હતી ત્યારે મુનીરને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની નજીક બીજા નંબરે બેસાડવામાં આવતા હતા.

પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પ્રતિશોધની વાત ઉચ્ચારી છે, તે જોતા પાકિસ્તાનમાં આર્મી ચીફ અસીમ મુનીરનું પદ અનિશ્ચિત બની ગયું છે. તેમના વિવાદાસ્પદ નિવેદનો અને આતંકી હુમલાઓને લઈને અસીમ મુનીર પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં, તેમને ત્રીજા સ્થાને બેસાડવામાં આવ્યા હતા, જે તેમના ઘટતા પ્રભાવનો સંકેત ગણાવાઈ રહ્યો છે.

અગાઉ જ્યારે પણ આવી મહત્વની બેઠક યોજાતી હતી ત્યારે મુનીરને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની નજીક બીજા નંબરે બેસાડવામાં આવતા હતા.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતના કડક અને તીવ્ર વલણને કારણે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને બેઠકમાં પણ આ દ્રશ્ય જોવા મળ્યું હતું. શાહબાઝ શરીફની બેઠકમાં પ્રથમ વખત અસીમ મુનીરને બીજા ક્રમની ખુરશી આપવામાં આવી ના હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં અસીમ મુનીર ત્રીજા નંબરની ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા.

પાકિસ્તાનથી આવી રહેલી આ તસવીરની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પાકિસ્તાન સરકારે અસીમ મુનીરને હાંકી કાઢવાનો પ્લાન તૈયાર કર્યો છે?

પાકિસ્તાનને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો. 

Published On - 6:21 pm, Thu, 24 April 25