ઇજ્જતના કાંકરા થયા બાદ જાગી ઈમરાન સરકાર, ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી આપી

|

Nov 09, 2021 | 3:54 PM

પાકિસ્તાનમાં CDAએ અગાઉ ઈસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીનની ફાળવણી રદ કરી હતી. જો કે, આકરી ટીકા બાદ સરકારનો નિર્ણય બદલાતા CDAએ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. હવે ફરી એકવાર મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો થયો છે.

ઇજ્જતના કાંકરા થયા બાદ જાગી ઈમરાન સરકાર, ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી આપી
after-criticism-the-imran-government-approved-the-construction-of-a-hindu-temple-in-islamabad

Follow us on

પાકિસ્તાન(Pakistan)ના રાજધાની ઈસ્લામાબાદ(Islamabad) માં એક હિન્દુ મંદિરનું નિર્માણ થવાનું હતું. જો કે સીડીએ(CDA)એ અગાઉ આ હિંદુ મંદિર માટેની જમીન ફાળવણીને રદ કરી હતી. જે પછી ઇમરાન(Imran khan) સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આકરી ટીકા સહન કર્યા બાદ હવે ઇમરાન સરકાર સીધા રસ્તે આવી છે અને હવે કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (CDA) એ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે.

2016માં થઇ હતી પ્લોટની ફાળવણી
ગયા વર્ષે જુલાઈમાં, સીડીએ અર્બન પ્લાનિંગ ડિરેક્ટરે કોર્ટને કહ્યું હતું કે, ધાર્મિક બાબતોના મંત્રાલય, સ્પેશિયલ બ્રાન્ચ અને ઈસ્લામાબાદ વહીવટીતંત્ર સાથે પરામર્શ કર્યા પછી 2016માં પ્લોટની ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમણે કહ્યું હતું કે, હિંદુ સમુદાયને મંદિર, કોમ્યુનિટી સેન્ટર અને સ્મશાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી. અધિકારીએ બેન્ચને જણાવ્યું કે 2017માં 3.89 કનાલનો વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો અને 2018માં હિન્દુ પંચાયતને સોંપવામાં આવ્યો હતો.

એક્સપ્રેસ ટ્રિબ્યુને તેના સમાચારમાં અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનમાં સીડીએ અગાઉ ઈસ્લામાબાદના સેક્ટર H-9/2માં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી હતી. CDAના વકીલ જાવેદ ઈકબાલે સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંઘીય કેબિનેટે રાજધાનીના ગ્રીન વિસ્તારોમાં નવી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈસ્લામાબાદ આસપાસ 3000 હિન્દુ પરિવાર
માનવ અધિકાર આયોગ (HRC)ના સભ્ય ક્રિષ્ના શર્માના જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદ અને તેની બહારના વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર હિન્દુ પરિવારો વસે છે. તેમની પાસે તેવા યોગ્ય સ્થાનનો અભાવ છે જ્યાં તેઓ હોળી અને દિવાળી જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી શકે અથવા લગ્ન અને અંતિમ સંસ્કારનું આયોજન કરી શકે. પાકિસ્તાનમાં હિન્દુઓની મોટી વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. જો કે, ઘણી વાર અહીં લઘુમતી હિંદુ સમુદાયને કટ્ટરવાદીઓના નિશાના પર બનવું પડે છે. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ઘણા હિંદુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. પરંતુ ઈમરાન સરકાર સમુદાયની સુરક્ષાનું વચન આપી રહી છે.

આ પણ વાંચોઃ મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

આ પણ વાંચોઃ Cricket: ફરી એકવાર ચમક્યો આ સ્પિનર બોલર, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા આ ખેલાડીના કૌશલ્યની ચર્ચા છવાઇ ગઇ

 

Published On - 3:53 pm, Tue, 9 November 21

Next Article