અફઘાનિસ્તાન બન્યું નિર્દોષ બાળકોનું ‘કબ્રસ્તાન’ ! છ મહિનામાં 480 બાળકોના મોત, UNICEF એ ચિંતા વ્યક્ત કરી

અફઘાનિસ્તાનની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી યુદ્ધગ્રસ્ત દેશ અરાજકતાનું સ્થાન બની ગયો છે. દેશમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે અને અસ્થિરતા પણ વધી રહી છે.

અફઘાનિસ્તાન બન્યું નિર્દોષ બાળકોનું કબ્રસ્તાન ! છ મહિનામાં 480 બાળકોના મોત, UNICEF એ ચિંતા વ્યક્ત કરી
Afghanistan (Symbolic Image)
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:32 PM

અફઘાનિસ્તાન (Afghanistan)માં આ વર્ષના પ્રથમ છ મહિનામાં 460 અફઘાન બાળકોએ જીવ ગુમાવ્યો છે. તેમના મૃત્યુનું કારણ યુદ્ધગ્રસ્ત દેશમાં ચાલી રહેલી હિંસા છે. સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)એ આ માહિતી આપી છે. તાજેતરની હત્યા ગુરુવારે થઈ હતી અને તેને ટાંકીને યુનિસેફે (United Nations Children’s Fund) અહેવાલ આપ્યો હતો કે કુન્દુઝ (Kunduz)માં ચાર છોકરીઓ અને બે બાળકો સાથે એક પરિવારના નવ સભ્યોના મોત થયા છે. યુદ્ધ દરમિયાન વિસ્ફોટકો તેના ઘરની બહાર પડેલા હતા, જે વિસ્ફોટ થયા દાયકાઓથી ચાલેલા સંઘર્ષને રેખાંકિત કરતાં યુનિસેફે કહ્યું કે યુદ્ધે અફઘાનિસ્તાનમાં હજારો જીવનને અસર કરી છે.

 

તાજેતરમાં નાંગરહારમાં હિબતુલ્લાહ નામના છ વર્ષના છોકરાએ તેના બંને પગ ગુમાવ્યા કારણ કે તે બે જૂથો વચ્ચેની અથડામણનો શિકાર બન્યો. તેને પગમાં ગોળી વાગી હતી અને પછી તેનો પગ કાપવો પડ્યો હતો. તે હવે કૃત્રિમ પગ પર જીવન પસાર કરવા મજબૂર છે.

 

હેબતુલ્લાહના પિતા અબ્દુલ્લાએ કહ્યું કે “નાંગરહારમાં થયેલી અથડામણમાં મારા પુત્રને ગોળી વાગી હતી. તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો અને પછી તેનો પગ કપાવો પડ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે બાળકની સારવાર હવે રેડ ક્રોસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેઓએ તેના માટે કૃત્રિમ પગ બનાવ્યો છે.

 

બાળકોની બગડતી સ્થિતિ માટે યુદ્ધ જવાબદાર છે

અફઘાનિસ્તાન(Afghanistan)ની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તાલિબાન (Taliban) દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી યુદ્ધગ્રસ્ત દેશ અરાજકતાનું સ્થાન બની ગયો છે. દેશમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે અને અસ્થિરતા પણ વધી રહી છે.

 

આ બધાની વચ્ચે અફઘાનિસ્તાન ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના ડૉક્ટર મોહમ્મદ ફહીમે જણાવ્યું કે દરરોજ 10થી 15 બાળકો તેમની પાસે ચેક-અપ માટે આવે છે. આમાંના મોટાભાગના લોકો મગજ ફ્રીઝથી પીડિત છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક છે અને બાળકોના બગડતા સ્વાસ્થ્ય માટે યુદ્ધ જ જવાબદાર છે.

 

યુનિસેફે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે

યુદ્ધગ્રસ્ત દેશમાં ચાલી રહેલી સ્થિતિને જોતા યુનિસેફે ચિંતા વ્યક્ત કરી છે. ટોલો ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, યુનિસેફના સંચાર હિમાયતના વડા સમન્થા મોર્ટે (Samantha Mort) જણાવ્યું હતું કે “આ વર્ષે અત્યાર સુધીમાં વિસ્ફોટક ઉપકરણો દ્વારા માર્યા ગયેલા બાળકોની સંખ્યાને લઈને અમે પણ ચિંતિત છીએ. બાળકનું મૃત્યુ પણ હૃદયદ્રાવક છે. યુનિસેફે કહ્યું કે અફઘાનિસ્તાનમાં રહેતા બાળકો દાયકાઓથી કુપોષણ અને ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે અને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

 

આ પણ વાંચો: UP: કૈરાનામાં પરત ફરેલા હિન્દુ પરિવારોને મળ્યા CM યોગી, કહ્યું- અમારી નીતિ ઝીરો ટોલરેન્સની, ગોળી મારનારની છાતી પર ચાલી ગોળી

 

આ પણ વાંચો: વધતી માગના કારણે હળદરના ભાવમાં વધારો, ખેડૂતોને હળદરની ખેતી કરી શકે છે માલામાલ