Afghanistan: “કાબુલ એરપોર્ટ પર હજારો લોકો શહેર છોડવા જોઈ રહ્યા છે રાહ”, કાબુલથી પરત ફરનાર ભારતીયે વર્ણવી સંપૂર્ણ પરિસ્થિતિ

|

Aug 18, 2021 | 8:06 PM

1,650થી વધુ લોકોએ અફઘાનિસ્તાનથી(Afghanistan) ભારત પરત ફરવા માટે અરજી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Afghanistan: કાબુલ એરપોર્ટ પર હજારો લોકો શહેર છોડવા જોઈ રહ્યા છે રાહ, કાબુલથી પરત ફરનાર ભારતીયે વર્ણવી સંપૂર્ણ પરિસ્થિતિ

Follow us on

એક ભારતીય નાગરિક જેને મંગળવારે કાબુલ (Kabul)માંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તેણે તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાનીનો કબજો પછીના ભયાનક સમયને યાદ કર્યોઅને કહ્યું કે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો કાબુલ એરપોર્ટ (Kabul airport) પર છે, જે શહેર છોડવા માટે રાહ જોઈ રહ્યા છે.

 

યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન (Afghanistan)માંથી લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનો આભાર માનતા સ્થળાંતર કરનાર વ્યકતિ જે પોતાની ઓળખ જાહેર કરવા માંગતો નથી, તેણે કહ્યું કે ઘણા બધા ભારતીયો હજુ પણ ત્યાં અટવાયેલા છે અને સરકારને તેમને બહાર કાઢવા વિનંતી કરી રહ્યા છે. પોતાની વાત શેર કરતા માણસે કહ્યું કે તાલિબાન (Taliban) કાબુલમાં પ્રવેશ્યા બાદ તેનો પરિવાર ગભરાટ અનુભવી રહ્યો હતો અને તેની પુત્રીને ભારે તાવ આવી રહ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

તાલિબાને રવિવારે કાબુલ(Kabul)માં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ મહેલનો કબજો લીધો. દેશ તરફ જવા માટે હજારો લોકો એરપોર્ટ પર ધસી આવતા ત્યાં અંધાધુંધીનો માહોલ સર્જોયો હતો. એમણે વધુમાં કહ્યું કે “અમે ગભરાટ અનુભવી રહ્યા હતા. મારી પુત્રીને ભારે તાવ આવી રહ્યો હતો. રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી (કાબુલમાં) કર્ફ્યુ હતો. અમારા માટે તે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે અમને બહાર શું થઈ રહ્યું છે તે ખબર નહોતી. અમે સૌથી પહેલા ભારતીય દૂતાવાસ અને એરપોર્ટ પર પહોંચ્યા.”

 

 

દિવસની શરૂઆતમાં અફઘાનિસ્તાનથી ભારતીય રાજદૂત અને દૂતાવાસના સ્ટાફ સહિત 120 લોકો સાથે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરે જામનગર એરબેઝ પર ઉતરાણ કર્યુ હતુ. બે IAF પરિવહન વિમાનો(IAF transport aircraft) બાદમાં ગાઝિયાબાદના હિંદન એરબેઝ પર કાબુલથી જામનગર (Jamnagar) ખસેડવામાં આવેલા લોકો સાથે ઉતર્યા હતા. IAFએ વધારામાં C-130J સુપર હર્ક્યુલસ વિમાન મુસાફરોને દિલ્હી લાવવા માટે જામનગર મોકલ્યુ હતુ.

 

એમણે ઉમેર્યુ હતુ કે “આખરે કાબુલ છોડવામાં અમને લગભગ 12 કલાક લાગ્યા. અમે દૂતાવાસ(embassy) અને ભારત સરકારના આભારી છીએ. હું ખાસ કરીને IAFનો આભાર માનું છું, અમને સમયસર બહાર કાઢવા. ત્યાં હજુ પણ ઘણા બધા ભારતીયો છે. હું સરકારને વિનંતી કરું છું કે તેઓને પણ અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવે.”

 

1,650થી વધુ લોકોએ અફઘાનિસ્તાનથી(Afghanistan) ભારત પરત ફરવા માટે અરજી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેશની કથળતી સુરક્ષા પરિસ્થિતિને જોતા ભારત અફઘાનિસ્તાનમાં તમામ ભારતીય નાગરિકો માટે સમયાંતરે પ્રવાસ અને સુરક્ષા સલાહ(travel and security advisories) જારી કરી રહ્યું છે.

 

આ પણ વાંચો:Maharashtra : મુંબઈ-પુણે પર તાલિબાન શાસનની અસર, જાણો બદામ, કાજુ અને પિસ્તાના ભાવમાં કેટલો થયો વધારો

 

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા

Next Article