Afghanistan : તાલિબાની સરકારમાં વધ્યો ‘આતંક’, લોકોએ કહ્યું, બંદૂકની અણી પર થઇ રહી કે લૂંટ અને અપહરણ

|

Oct 28, 2021 | 9:56 AM

અફઘાનિસ્તાનમાં (Afghanistan) આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં લૂંટ અને અપહરણ સહિતના વિવિધ ગુનાઓના આરોપસર 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Afghanistan : તાલિબાની સરકારમાં વધ્યો આતંક, લોકોએ કહ્યું, બંદૂકની અણી પર થઇ રહી કે લૂંટ અને અપહરણ
File photo

Follow us on

છેલ્લા કેટલાક અઠવાડીયાથી અફઘાનિસ્તાનની (afghanistan) રાજધાની કાબુલ(Kabul) અને અન્ય મોટા શહેરોમાં લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. કાબુલના ઘણા રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજધાની શહેર અને અન્ય પ્રાંતોમાં સશસ્ત્ર લૂંટના કેસોમાં વધારો થયો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક અમીરાતના શાસન દરમિયાન સશસ્ત્ર લૂંટમાં ઘટાડો થવાની ધારણા હતી પરંતુ હજુ પણ સમગ્ર દેશમાં ગુનાઓ થઈ રહ્યા છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની સહિત ઘણા વિસ્તારોમાં ડાકુ હથિયારો સાથે ફરતા જોવા મળ્યા છે. કાબુલના સ્થાનિકનું કહેવું છે કે, તેમની અપેક્ષાઓથી વિપરીત, દુર્ભાગ્યવશ, લૂંટ અને અપહરણના કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે અને તેમને રોકવામાં આવ્યા નથી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, તાલિબાનનો કબ્જો થતા અમને અપેક્ષા હતી કે લૂંટ ઓછી થશે, પરંતુ કેસ હજુ પણ થઈ રહ્યા છે.

લૂંટ અને અપહરણના કેસમાં 100થી વધુ લોકોની ધરપકડ
રહેવાસીઓએ ઇસ્લામિક અમીરાતના અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ ઉભા રહેવા હાકલ કરી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયામાં લૂંટ અને અપહરણ સહિતના વિવિધ ગુનાઓના આરોપસર 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા સૈયદ ખોસ્તીને ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં જ 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અફઘાનિસ્તાન પણ ભૂખમરાનો સામનો કરી રહ્યું છે
અફઘાનિસ્તાન પણ ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સ્થિતિ એવી છે કે લોકો હવે ખોરાક ખરીદવા માટે પણ તેમની મિલકત અને પશુઓ વેચીને જીવન જીવી રહ્યા છે. હવે સ્થિતિ કફોડી બની છે, અહીં વાલીઓ પેટ ભરવા માટે સંતાનોને વેચવા મજબૂર છે. સ્થિતિ એ છે કે ભૂખથી પીડાતા લોકો લગ્ન માટે 3-4 વર્ષની છોકરીઓથી લઈને આઠથી દસ વર્ષની છોકરીઓને વેચી રહ્યા છે.

આ પણ વાંચો : Aryan Khan Bail Plea Hearing: આજે હાઇકોર્ટમાં ફરી થશે સુનાવણી, જો શનિવાર સુધી આર્યન ખાનને જામીન નહીં મળે તો દિવાળી પણ કાઢવી પડશે જેલમાં

આ પણ વાંચો : Harbhajan Singh અને શોએબ અખ્તર વચ્ચે થઇ ‘ટાંટીયા’ ખેંચ લડાઇ ! પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ શેર કર્યા સ્ક્રિન શોટ, ભજ્જી એ આમ આપ્યુ રીએક્શન

Published On - 9:51 am, Thu, 28 October 21

Next Article