Afghanistan: ISIS-K સાથે જોડાયેલા કેરળના 14 લોકોનું કાવતરું કાબુલમાં નિષ્ફળ, તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર વિસ્ફોટ કરવાની યોજના

|

Aug 28, 2021 | 5:47 PM

ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. શુક્રવારે અમેરિકાએ દાવો કર્યો હતો કે અમેરિકી સૈનિકોએ ISIS-Kના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી અને હુમલાના માસ્ટર માઈન્ડને મારી નાખ્યો હતો.

Afghanistan: ISIS-K સાથે જોડાયેલા કેરળના 14 લોકોનું કાવતરું કાબુલમાં નિષ્ફળ, તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર વિસ્ફોટ કરવાની યોજના
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISIS-K) સાથે જોડાયેલા કેરળના 14 લોકો કાબુલમાં(Kabul) હુમલાની યોજનામાં સામેલ છે. તાલિબાને (Taliban) કાબુલ પર કબજો કર્યા બાદ આ 14 લોકોને બાગરામ જેલમાંથી છોડવામાં આવ્યા હતા. તેઓએ 26 ઓગસ્ટે કાબુલમાં તુર્કમેન એમ્બેસીની બહાર IED બ્લાસ્ટ કરવાની પણ યોજના બનાવી હતી, જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી.

 

આ કેસમાં બે પાકિસ્તાનીઓની ધરપકડના સમાચાર પણ છે. બે દિવસ પહેલા કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં 13 યુએસ સૈનિકો સહિત ઓછામાં ઓછા 169 લોકો માર્યા ગયા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ હક્કાની નેટવર્કના નિયંત્રણમાં છે કારણ કે પાકિસ્તાન અને જલાલાબાદ-કાબુલ સરહદ સાથે જોડાયેલા નાંગરહાર પ્રાંતમાં ઝદરાન પશ્તુન પ્રભાવ ધરાવે છે. ISKP નાંગરહાર પ્રાંતમાં પણ સક્રિય છે અને અગાઉ હક્કાની નેટવર્ક સાથે કામ કરી ચૂક્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અહેવાલ મુજબ એક વ્યક્તિએ કેરળના 14 લોકો પૈકી એક વ્યક્તિએ તેના ઘરનો સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે. જ્યારે અન્ય 13 લોકો ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતના સભ્યો સાથે કાબુલમાં છે. કેરળના મલપ્પુરમ, કાસરાગોડ અને કન્નૂર જિલ્લાના આ લોકો 2014માં કહેવાતા ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા અને લેવન્ટે મોસુલ પર કબજો કર્યા બાદ જેહાદી જૂથમાં જોડાવા માટે મધ્ય પૂર્વમાં સ્થળાંતર કર્યું હતું. આમાંથી કેટલાક પરિવારો ISKP હેઠળ રહેવા માટે અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં સ્થળાંતર કરી ગયા હતા.

 

ભારતને ચિંતા છે કે તાલિબાન અને તેના સાથીઓ આ કટ્ટરવાદી કેરળવાદી આતંકવાદીઓનો ઉપયોગ ભારતની છબીને નુકસાન પહોંચાડવા માટે કરશે. તાલિબાને બે પાકિસ્તાનીઓની ધરપકડ અંગે મૌન સેવ્યું છે, પરંતુ ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે 26 ઓગસ્ટના કાબુલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટ બાદ તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર આ પાકિસ્તાનીઓ પાસેથી IED મળી આવ્યા હતા.

 

ISIS-Kએ કાબુલ એરપોર્ટ હુમલાની જવાબદારી લીધી છે

ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. શુક્રવારે અમેરિકાએ દાવો કર્યો હતો કે અમેરિકી સૈનિકોએ ISIS-Kના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો અને હુમલાના માસ્ટર માઈન્ડને મારી નાખ્યો હતો.

 

ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતને ISIS-K, ISKP અને ISK તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સત્તાવાર રીતે અફઘાનિસ્તાનમાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટ ચળવળ સાથે જોડાયેલું છે. તે ઈરાક અને સીરિયામાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટના મુખ્ય નેતૃત્વ દ્વારા માન્ય છે.

 

ISIA-Kની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના વિવિધ ગ્રામીણ જિલ્લાઓને પકડી લીધા અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘાતક કામગીરી શરૂ કરી. તેની સ્થાપના પછીના પ્રથમ ત્રણ વર્ષોમાં ISIS-Kએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મોટા શહેરોમાં લઘુમતી જૂથો જાહેર સ્થળો અને સંસ્થાઓ અને સરકારી સંપત્તિઓને નિશાન બનાવીને હુમલા કર્યા.

 

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો : ISIS-K પર મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે અમેરિકા, કાબુલ એરપોર્ટ પર ફ્લાઈટ ફરી શરૂ

Next Article