Pakistani Hindu છોકરીએ પૂછ્યું, શું હું તિરંગો લગાવી શકું? પછી મળ્યો કંઈક આવો જવાબ

|

May 25, 2021 | 6:38 PM

એક યુઝરે પૂછ્યું કે શું તમે જણાવી શકશો કે ભારતના મુસ્લિમ ભાઈ-બહેનો પાકિસ્તાનનો ધ્વજ લગાવશે તો શું થશે ?

Pakistani Hindu છોકરીએ પૂછ્યું, શું હું તિરંગો લગાવી શકું? પછી મળ્યો કંઈક આવો જવાબ
Pakistani Hindu Girl Priyanka Dev

Follow us on

ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. ભારત આ ​​જીવલેણ વાયરસથી પીડિત દેશ અમેરિકા બાદ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ અનુસાર ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3,03,720 લોકોના મોત નીપજ્યા છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે ભારતની હોસ્પિટલોમાં oxygen અને બેડની તંગી સર્જાઈ હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારે વિશ્વના ઘણા દેશો મદદ માટે આગળ આવ્યા હતા. પાકિસ્તાને પણ મદદની ઓફર કરી હતી. વડાપ્રધાન ઈમરાન ખાને(PM Imran Khan) મુશ્કેલ સમયમાં ભારતની જનતાની સાથે ઉભા રહેવાની વાત કરી હતી. પરંતુ જ્યારે પાકિસ્તાનની એક યુવતીએ દુ:ખના સમયે એકતા દર્શાવવા ભારતીય ત્રિરંગો લગાવવાની વાત કરી ત્યારે તેને પાકિસ્તાનમાં રાષ્ટ્રવિરોધી જાહેર કરાઈ.

 

ભારતના કોરોના સંકટ પર પાકિસ્તાનની પ્રિયંકા દેવી (pakistani Hindu Girl Priyanka Devi)એ ટ્વીટ કર્યું હતું કે ‘ભારત મુશ્કેલીમાં મુકાયું હોવાથી એકતા વ્યક્ત કરવા માટે શું હું મારા નામની આગળ ભારતીય ધ્વજ (Indian National Flag) મૂકી શકું?’ એમ જ પૂછ્યું (#JustAsking). પ્રિયંકાના આ ટ્વીટ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી હતી. પાકિસ્તાનમાં ટ્વીટર પર લોકોએ પ્રિયંકાને રાષ્ટ્રીય વિરોધી ગણાવી હતી.

 

પ્રિયંકાના આ ટ્વીટ પર રઉફ મુબાશીર નામના યુઝરે લખ્યું કે, તમે જે ઈચ્છો તે કરો. આ અંગે પ્રિયંકાએ કહ્યું કે, ‘હું જે ઈચ્છું તે કરી શકતી નથી.’ આ કહેતા પ્રિયંકાએ એક રિએક્શનનો સ્ક્રીનશોટ શેર કર્યો. આમાં શાહ અલી નામના યુઝરે પ્રિયંકાને મુસ્લિમ વિરોધી ગણાવી હતી.

 

શાહ અલીએ પ્રિયંકા ટ્વીટ પર કમેન્ટ કરી લખ્યું, “ઓ… યહૂદીના મેડમને ઘણી સહાનુભૂતિ આવી રહી છે. પહેલા તમે તેને ફક્ત મુસ્લિમ વિરોધી માનતા પણ તમે પણ પાકિસ્તાન વિરોધી છો. અલ્લાહ પાક. લોકોની વાસ્તવિકતા ખોલી રહ્યો છે. ઘરે બેઠેલા લોકોનો પર્દાફાશ થઈ રહ્યો છે.

ભારતીય ધ્વજ લગાવવાના સવાલ પર સૈયદ રિઝવી નામના યુઝરે પ્રિયંકાને કહ્યું કેમ નહીં? ત્યારબાદ પ્રિયંકાએ લખ્યું, ‘હવે બિલકુલ નહીં, મને પહેલેથી જ રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવી છે. હું આનાથી વધુ સહન નહીં કરી શકું.’ ત્યારે સૈયદ રિઝવીએ જવાબ આપ્યો, ‘જો હું પાકિસ્તાની ધ્વજ લગાવીશ તો લોકો મને પણ રાષ્ટ્રવિરોધી જાહેર કરશે. આપે બંને એક જ હોડી ચલાવી રહ્યા છીએ.

 

શહરયાર રાજ નામના યુઝરે પ્રિયંકાના આ સવાલને પાકિસ્તાની આર્મીને ટેગ કરી છે. આ પછી પ્રિયંકાએ કહ્યું, ‘હું તો એમ જ કહી રહું છું, મારે કોઈ જ ધ્વજ રાખવો નથી’ પછી ધમકીભર્યા સૂરમાં શહરયારે લખ્યું કે તમારી ચા પણ આવવાની છે. આ અંગે પ્રિયંકાએ કહ્યું, ઠીક છે, ‘ હું કોઈથી ડરતી નથી અને મે કોઈ ધ્વજ પણ લગાવ્યો નથી. હું તો માત્ર પૂછતી હતી. પછી તેને કહ્યું કે લડવી લો ધ્વજ મેં પરવાનગી આપી દીધી છે.

 

એક્સપ્લોર બોલે નામના અન્ય હેન્ડલરે લખ્યું, ‘મને ખાતરી નથી, પરંતુ તમે ભારતમાં રહેતા મુસ્લિમ ભાઈ-બહેનોને પૂછી શકો કે જો તેઓ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાની ધ્વજ લગાવે તો તેમનું શું કરવામાં આવશે.’ શાહ હુસેને જવાબ આપતા લખ્યું, ‘તમે પેલેસ્ટાઈનના મુદ્દે ભારતીયોની પ્રતિક્રિયાઓ જોઈ છે?’

એવું નહોતું કે પ્રિયંકાનો દરેકે વિરોધ કર્યો હતો. એવા ઘણા યુઝર્સ પણ હતા જેમણે પ્રિયંકાને ટેકો આપ્યો અને કહ્યું કે તમે જે ઈચ્છો તે કરી શકો છો. કેબી ખટાના નામના યુઝરે લખ્યું કે, ભારત સાથે એકતા દર્શાવવા માટે કોઈની પાસેથી NoC લેવાની જરૂર નથી. બધા નાગરિકો આઝાદ છે.

 

આ પણ વાંચો: Aarogya Setu એપથી જાણી શકશે કોરોના વેકસિનેશનનું સ્ટેટ્સ, મળશે બ્લુ શિલ્ડ અપગ્રેડ એપ

Next Article