72 ટકા અમેરિકનો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર વિશ્વાસ કરે છે, યુદ્ધ પછી પુતિનની પ્રતિષ્ઠા ઘટી!

72 ટકા અમેરિકનો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર વિશ્વાસ કરે છે, યુદ્ધ પછી પુતિનની પ્રતિષ્ઠા ઘટી!
ફાઈલ ફોટો

રશિયા (Russian) દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડીમીર ઝેલેન્સકી તેમના ખૂબ જ લોકપ્રિય લીડર બની ગયા છે. અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં લોકોએ તેમના પર 72 ટકા વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 31, 2022 | 1:45 PM

રશિયા (Russian) દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) તેમના દેશ માટે ખૂબ જ લોકપ્રિય લીડર બની ગયા છે. તે સતત રશિયાના આકરા પ્રહારોનો જવાબ આપી રહ્યા છે અને પીછેહઠ કરવા તૈયાર નથી. તેણે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવ્યું છે. આ દરમિયાન અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં લોકોએ તેમના પર 72 ટકા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્યુ રિસર્ચ દ્વારા તાજેતરના સર્વેક્ષણ મુજબ, દસમાંથી સાત અમેરિકનોએ “અન્ય આંતરરાષ્ટ્રીય નેતા કરતાં ઝેલેન્સકીમાં વધુ વિશ્વાસ મૂક્યો છે, જ્યારે માત્ર છ ટકા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર વિશ્વાસ કરે છે.”

આ સંશોધન 30 માર્ચે પ્રકાશિત થયું છે. આમાં અમેરિકાના 3581 લોકોને 21-27 માર્ચ દરમિયાન વિશ્વના નેતાઓમાં તેમના વિશ્વાસના સ્તર વિશે પૂછવામાં આવ્યું હતું. સંશોધનમાં જણાવાયું છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડીમિર ઝેલેન્સકીના આંતરરાષ્ટ્રીય બાબતોના સંચાલનને અમેરિકન જનતા તરફથી ખૂબ જ સકારાત્મક રેટિંગ મળ્યું છે”. 10 માંથી લગભગ સાત અમેરિકનો (72 ટકા) ઝેલેન્સ્કીમાં ઘણો અથવા થોડો વિશ્વાસ ધરાવે છે, જે અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય નેતા કરતાં વધુ છે.

બીજી તરફ, યુક્રેન પર આક્રમણ કરવાના નિર્ણયને પગલે રશિયન પ્રમુખ પુતિને માત્ર છ ટકા અમેરિકનોનો વિશ્વાસ જીત્યો છે. લગભગ બે દાયકા પહેલા થયેલા સર્વેમાં આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. “બહુમતી અમેરિકનો (92 ટકા) વિશ્વ બાબતોના પુતિનના સંચાલનમાં ઓછો અથવા કોઈ વિશ્વાસ ધરાવતા નથી, જેમાં 77 ટકા લોકો કહે છે કે તેઓને બિલકુલ વિશ્વાસ નથી.”

48 ટકા લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો

સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અડધાથી વધુ અમેરિકનો યુરોપના બે સૌથી અગ્રણી નેતાઓ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન (55 ટકા) અને નવા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ (53 ટકા) પર વિશ્વાસ કરે છે. માત્ર 15 ટકા અમેરિકનોએ ચીનના સામ્યવાદી નેતા શી જિનપિંગમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે, પ્રમુખ જો બાઈડેનના વલણ વિશે વિભાજિત હોવાનું જણાયું હતું. 48 ટકા લોકો કહે છે કે તેઓ તેમના પર વિશ્વાસ કરે છે, જ્યારે 52 ટકા કહે છે કે તેઓ વધારે વિશ્વાસ કરી શકતા નથી અથવા તેમના પર બિલકુલ વિશ્વાસ કરતા નથી.

આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ

આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati