દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં 16 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કેરળના પતિ-પત્ની સહિત 4 ભારતીયોના મોત થયા છે. દુબઈના જૂના વિસ્તાર અલ રાસની એક ઈમારતમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. આગ સૌપ્રથમ બિલ્ડીંગના ચોથા માળેથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તે બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાચો: Brazil: બ્રાઝિલમાં ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ, 4 લોકોના કરૂણ મોત
દુબઈ સિવિલ ડિફેન્સ હેડક્વાર્ટરની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કલાકોની જહેમત બાદ સિવિલ ડિફેન્સના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. દુબઈ પોલીસ મોર્ચ્યુરીમાં હાજર ભારતીય સામાજિક કાર્યકર નસીર વતનપલ્લીએ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, પીડિતોમાં કેરળના પતિ-પત્ની સહિત 4 ભારતીયોની ઓળખ કરવામાં આવી છે.
વતનપલ્લીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તમિલનાડુના બે લોકોના પણ મોત થયા છે. તે આ બિલ્ડિંગમાં કામ કરતા હતા. આ સિવાય ત્રણ પાકિસ્તાની પિતરાઈ ભાઈઓ અને એક નાઈજીરિયન મહિલા પણ અકસ્માતનો ભોગ બની હતી. દુબઈ સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગમાં પૂરતી સુરક્ષાનો અભાવ છે. આગની ચોક્કસ વિગતો મેળવવામાં આવી રહી છે.
દુબઈ સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતમાંનું એક છે. તે 33 લાખની વસ્તી ધરાવતું શહેર છે. અહીંના 90 ટકા લોકો વિદેશી છે. તાજેતરના વર્ષોમાં, બહુમાળી ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. 2017માં, શહેરના સૌથી મોટા શોપિંગ મોલ નજીક બાંધકામ હેઠળની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બે વર્ષ પહેલા દુબઈની એક 5 સ્ટાર હોટલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. 2017માં આગની ઘટનાઓ ઘટાડવા માટે બાંધકામના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ ઘટનામાં ચાર ભારતીયોના મોત થયા છે, જેમાં બે તમિલનાડુના હતા, જ્યારે બીજા બે લોકો કેરલના હોવાનુું હાલ પ્રાથમિક તારણ છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…