2100ની સાલમાં દુનિયાની વસ્તીમાં 2 અબજનો ઘટાડો થશે,ભારત બનશે નંબર વન,સંયુક્ત રાષ્ટ્રએ કઈ રીતે કરી ગણતરી વાંચો

|

Jul 15, 2020 | 5:35 PM

ડગલે અને પગલે જે રીતે દેશ અને દુનિયામાં આબાદી વધી રહી છે તે વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ એક ગણતરી મુજબ અનુમાન લગાડ્યું છે કે વર્ષ 2100માં વસ્તી 8 અબજ 80 કરોડ હશે. આ આંકડા એમ જોવા જઈએ તો સંયુક્ત રાષ્ટ્રનાં અનુમાનથી લગભગ 2 અબજ ઓછા છે. વોશિગ્ટન યુનિવર્સીટી તરફથી કરાયેલી એક મુખ્ય અને મહત્વની સ્ટડીમાં આ […]

2100ની સાલમાં દુનિયાની વસ્તીમાં 2 અબજનો ઘટાડો થશે,ભારત બનશે નંબર વન,સંયુક્ત રાષ્ટ્રએ કઈ રીતે કરી ગણતરી વાંચો
http://tv9gujarati.in/2100-ni-saal-ma-…a-e-kari-ganatri/

Follow us on

ડગલે અને પગલે જે રીતે દેશ અને દુનિયામાં આબાદી વધી રહી છે તે વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ એક ગણતરી મુજબ અનુમાન લગાડ્યું છે કે વર્ષ 2100માં વસ્તી 8 અબજ 80 કરોડ હશે. આ આંકડા એમ જોવા જઈએ તો સંયુક્ત રાષ્ટ્રનાં અનુમાનથી લગભગ 2 અબજ ઓછા છે. વોશિગ્ટન યુનિવર્સીટી તરફથી કરાયેલી એક મુખ્ય અને મહત્વની સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે.

આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે LANCET જર્નલમાં સ્ટડી પ્રકાશિત કર્યો છે. ફર્ટીલીટી રેટ ઘટવો અને વસ્તીમાં અનેક લોકો એક જ ઉમરનાં હોવાના કારણે દુનિયાની જનસંખ્યામાં ધીમે વધારો થશે. હાલમાં દુનિયાની વસ્તી આશરે 7 અબજ અને 80કરોડની આસપાસ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રીપોર્ટ મુજબ, આ સૈકાનાં અંત સુધીમાં 195માંથી 183 દેશમાં વસતીમાં ઘટાડો થશે.આના કારણની વાત કરીએ તો મોટી સંખ્યામાં પ્રવાસીઓને આવવાથી રોકવાનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. જાપાન, સ્પેન, ઈટલી, થાઈલેન્ડ, પોર્ટુગલ, સાઉથ કોરીયા, પોલેન્ડ સહિત આશરે 20 દેશોની વસતી આવનારા 80 વર્ષમાં અડધી થઈ જશે. ચીનની વાત કરીએ તો આવનારા 80 સાલમાં તે એક અબજ 40 કરોડથી ઘટીને 73 કરોડ રહી જશે.

તો આફ્રિકાની વસતી ત્રણ ગણી વધીને 3 અબજ થઈ જશે. એકલા નાઈજીરીયાની વસ્તી 80 કરોડ થઈ જશે. જ્યારે કે ભારત 1 અબજ 10 કરોડ સાથે પહેલા નંબર પર હશે. રિસર્ચનાં મુખ્ય લેખક ક્રિસ્ટોફર મુરેય કહે છે કે આ ડેટા પર્યાવરણ માટે સારા સમાચાર ગણી શકાય અને તેનાથી ખાધ્ય ઉત્પાદન પર વધી રહેલા દબાણમાં ઘટાડો થશે, કાર્બન ઉત્સર્જન ઓછું થશે. જો કે અમુક દેશમાં વસતી ઘટી જવાથી ત્યાં અલગ પ્રકારનાં પડકાર પણ ઉભા થઈ શકે છે.

Next Article