તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ હવે આ ખજાના પર છે નજર, જેનું ભારત સાથે છે સીધું કનેક્શન

|

Sep 20, 2021 | 5:39 PM

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. પરંતુ હવે તાલિબાન દ્વારા ખજાનાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ શું છે આ મામલો.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ હવે આ ખજાના પર છે નજર, જેનું ભારત સાથે છે સીધું કનેક્શન
File Photo

Follow us on

15 ઓગસ્ટના રોજ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો હતો. તાલિબાનના કબ્જા બાદ દેશની હાલત ખૂબ ખરાબ છે. દેશને મળતી આર્થિક સહાય ચારે બાજુથી બંધ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દેશમાં ભૂખમરાની ચેતવણી પહેલેથી જ આપવામાં આવી છે. આ દરમિયાન તાલિબાનની નજર બેક્ટ્રિયન સોના (Bactrian Gold) પર છે જે લગભગ 2000 વર્ષ જૂનું છે.

 

બેક્ટ્રિયન સોનું 4 દાયકા પહેલા એટલે કે 400 વર્ષ પહેલા કાઢવામાં આવ્યું હતું. આ સોનાનો ભંડાર ઉત્તર અફઘાનિસ્તાનના શેરબરખાન જિલ્લાના ટેલ્લા તપા વિસ્તારમાં છે. આ સોનું 6 સૌથી ધનિક બંજારાઓની કબરોમાંથી કાઢવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ સોનાનું ભારત સાથે પણ જોડાણ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સોના અંગેની તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે

તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓએ 2000 વર્ષ જૂના આ ખજાનાની શોધ શરૂ કરી છે. તાલિબાન સરકારમાં કલ્ચર કમિશનના ડેપ્યુટી અહમદુલ્લાહ વાસિકના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ ચાલી રહી છે અને સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવશે. જો સોનું અફઘાનિસ્તાનમાંથી બહાર ગયું હોય તો તેને દેશદ્રોહ ગણવામાં આવશે.

 

સ્થાનિક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલી જૂની વસ્તુઓ બહાર મોકલવામાં આવી હશે તો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ખજાનો વર્ષ 1978-1979માં છ અમીર બંજારાઓની કબરોમાંથી કાઢવામાં આવ્યો હતો. આ કબરો અફઘાનિસ્તાનમાં મધ્ય એશિયાના સાકા આદિવાસી સમુદાય અથવા ઉત્તર-પૂર્વ ચીનના યુહેઝી સમુદાયની છે.

 

નેશનલ જિયોગ્રાફિક મુજબ વિદ્વાનોનું માનવું છે કે કબરો છ ધનિક એશિયન વિચરતીઓની હતી. જેમાંથી પાંચ સ્ત્રી અને એક પુરુષ હતી. મેગેઝિનના જણાવ્યા મુજબ બેક્ટ્રિયન ખજાનામાં પ્રાચીન વિશ્વમાંથી હજારો સોનાના ટુકડાઓ છે અને તે 1 લી શતાબ્દીથી ઈસવીસન પૂર્વેથી પહેલી શતાબ્દી ઈસવીસન સુધી 6 કબરની અંદરથી મળી આવ્યું હતું.

આ ખજાનામાં શું છે

આ કબરોમાં 20,000થી વધુ વસ્તુઓ હતી, જેમાં સોનાની વીંટીઓ, સિક્કા, હથિયારો, કાનની બુટ્ટીઓ, કડા, ગળાનો હાર, હાથ અને મુગટનો સમાવેશ થાય છે. સોના સિવાય તેમાંના ઘણા પીરોજ, કાર્નેલિયન અને લેપિસ લાઝુલી જેવા કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા હતા.

 

બેક્ટ્રિયન ટ્રેઝરી અફઘાનિસ્તાનની મહત્વની સંપત્તિ છે. ભૂતપૂર્વ સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ ભવનમાં લાવવામાં આવી હતી અને લોકો માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, ગની સરકારના પતન બાદ તેની સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ હતી. નિષ્ણાતોના મતે આ ખજાનો ચીનથી યુહેજી દ્વારા લાવવામાં આવ્યો હતો.

 

જે બીજી સદી દરમિયાન અહીં પહોંચ્યો હતો. તેમણે જ ભારતમાં કુશાન સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તે જ સમયે કેટલાક લોકો એવું પણ માને છે કે આ ખજાનાનો કેટલોક ભાગ ટિબેરિસ સામ્રાજ્યના મહારાજાનો પણ છે.

 

આ પણ વાંચો : School Reopening: દેશભરમાં શાળાઓ ખોલવાની માગ, સુપ્રીમ કોર્ટે અરજી પર લીધો આ નિર્ણય

 

 આ પણ વાંચો :Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય, આજે પણ સસ્તું થયું સોનું , જાણો લેટેસ્ટ રેટ

Next Article