રશિયા-યૂક્રેન યુદ્ધના 100 દિવસ (100 days of the Russia-Ukraine war) પૂર્ણ થઈ ગયા છે.રશિયાના હુમલાને કારણે યૂક્રેન લગભગ તબાહ થઈ ગયું છે.પણ યૂક્રેન ઝુક્યું નથી અને સતત રશિયા સામે લડી રહ્યું છે. યૂક્રેન ભારતને યુદ્ધ ખત્મ થયા બાદ યુક્રેનની સુરક્ષાની ગેરંટી બનવાનું કહ્યું છે.રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, યૂક્રેનની સાથે કેટલાક અન્ય દેશોએ પણ આ મામલે ભારતનો સંપર્ક કર્યો છે. યૂક્રેનને આશા છે કે ભારત (India) યુદ્ધ બાદ યૂક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી બેઠું કરવાના કામમાં પણ મદદ કરશે.
હાલ યૂક્રેન માટે પોસ્ટ વોર સિક્યોરિટી અને પોસ્ટ વોર કંસ્ટ્રક્શન આ બન્ને ખુબ મહત્ત્વના મુદ્દાઓ છે.તેની સાથો જ દવાઓ અને આર્થિક મદદ પણ ખુબ જરુરી છે.હમણાં સુધી ભારત યૂક્રેનને 230 ટન અને માનવીય મદદથી જોડાયેલી વસ્તુઓ મોકલી છે.તેના સરકારી અને પ્રાઈવેટ દવા કંપનીઓની પણ મદદ સામેલ છે.દવા કંપનીઓએ હમણાં સુધી 7-8 મિલિયન ડોલરની મદદ કરી ચૂક્યું છે.આ એવી દવા કંપનીઓ છે જેના હેડકાર્વટર આપણા ભારતમાં છે, પણ તેની ઓફિસો યૂક્રેન અને યુરોપમાં પણ છે.
છેલ્લા 100 દિવસથી રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ મચાવેલી તબાહીને કારણે યૂક્રેનનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.યૂક્રેને કહ્યું છે કે રશિયાએ તેના બંદરો પણ બંધ કરી દીધા છે અને દરિયાઈ વિસ્તારોમાં ઘેરબંધી કરી છે.આ જકારણોસર યૂક્રેન દરિયાઈ માર્ગે અનાજની નિકાસ કરવા સક્ષમ નથી. યૂક્રેનનું લગભગ 22 મિલિયન ટન અનાજ બંદરો પર અટવાયું છે અને એશિયા-આફ્રિકાના ઘણા દેશોમાં પહોંચ્યું નથી. યૂક્રેનનો એ પણ આરોપ છે કે રશિયા યુક્રેનના તેના કબજા હેઠળના વિસ્તારોમાંથી અનાજની ચોરી કરીને ગેરકાયદેસર રીતે અનાજ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયાના આ પગલાથી વિશ્વમાં અનાજનું સંકટ સર્જાઈ શકે છે. યુક્રેન વારંવાર કહી રહ્યું છે કે રશિયાએ તાત્કાલિક તેના બંદરો ખોલવા જોઈએ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બોમ્બમારો બંધ કરવો જોઈએ.રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનું ક્યાં સુધી ચાલશે તેનો કોઈ અંદાજ ન લગાવી શકાય પણ આ યુદ્ધને કારણે હજારો પરિવાર વિખેરાઈ ગયા છે. બે રાષ્ટ્ર વચ્ચેની લડાઈથી આખી દુનિયામાં તેની અસર પણ થઈ છે. તેવામાં યૂક્રેન પહેલાની જેમ ભારત પાસે મદદની આશા રાખી રહ્યું છે.