બીમારીઓ વાળુ શરીર કોને ગમે ? બીમારીઓ તેની સાથે અનેક સમસ્યા લઈને આવે છે. બીમારીઓને કારણે લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે ખુબ હેરાન થાય છે. એટલે જ લોકોને પોષ્ટિક ખોરાક , નિયમિત કસરત અને યોગાસન કરવાની સલાહ આપવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેઓ બીમારીઓથી બચી શકે. સ્વાચ્છતા પણ સ્વાસ્થ્ય માટે એટલુ જ જરુરી છે. થાઈરોઈડ (Thyroid) આજના સમયની એક સામાન્ય બીમારી બની ગયો છે. થાઇરોઇડ એ એક ગ્રંથિ છે જે થાઇરોઇડ હોર્મોનને મુક્ત કરે છે.
થાઇરોઇડ હોર્મોન તમારા શરીરના પાચનતંત્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ પ્રકારની ગરબડ થાય છે, ત્યારે આ ગ્રંથિ જરૂરિયાત કરતાં વધુ કે ઓછા હોર્મોન્સ છોડે છે. ત્યારે વ્યક્તિને થાઈરોઈડને લગતી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં વજન વધવું કે ઘટવું, યાદશક્તિમાં ઘટાડો, ત્વચામાં શુષ્કતા, વાળ ખરવા, સાંધાનો દુખાવો, અનિયમિત પીરિયડ્સ, કબજિયાત વગેરે જેવી તમામ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક યોગાસનો (Yogasana)
થાયરોઈડને નિયંત્રિત કરવામાં મદદરુપ થશે.
આ માટે યોગા મેટ પર તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા પગને પદ્માસનની મુદ્રામાં રાખો. જાંઘ અને ઘૂંટણને ફ્લોર પર રાખીને શ્વાસને ઉપર તરફ ખેંચો અને છાતીને ઉંચી કરવાનો પ્રયાસ કરો. માથાના ઉપરના ભાગને જમીન પર રાખો. થોડો સમય આ સ્થિતિમાં રહો. ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
શીર્ષાસન માટે જમીન પર યોગા મેટ મૂકો. પછી ઘૂંટણ પર બેસીને વજ્રાસનની મુદ્રામાં આવો. તમારા હાથની આંગળીઓને એક સાથે કરો. આ પછી તમારા હાથને જમીન પર રાખો. હથેળીઓને એવી રીતે વાળો કે તે બાઉલના આકારમાં આવી જાય. ધીમે ધીમે તમારા માથાને નીચે વાળો અને તેને હથેળીઓ પર મૂકો. આ પછી તમારા બંને પગને ધીમે-ધીમે ઉપરની તરફ કરો અને તેમને સીધા કરો. થોડીક સેકન્ડ માટે આ મુદ્રામાં રહો. સામાન્ય રીતે શ્વાસ લેતા રહો. તે પછી સામાન્ય મુદ્રામાં પાછા આવો. દિવાલનો ટેકો લઈને પણ તમે આ આસન કરી શકો છો.
સર્વાંગાસન થાઈરોઈડ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ કરવા માટે યોગા મેટ પાથરી તમારી પીઠ પર સૂઈ જાઓ. સામાન્ય શ્વાસ લો. હાથને જમીન પર રાખો અને ધીમે ધીમે શરીરને કમરથી ઉપરની તરફ કરો. બંને હાથને જમીન પરથી ઉભા કરો અને પીઠને ટેકો આપો. આ દરમિયાન કોણીને જમીન પર રાખો. કમરથી ઉપરના ભાગને ઉંચા રાખો અને તમામ વજન હાથ અને ખભા પર મૂકો. થોડો સમય આ સ્થિતિમાં રહો. તે પછી સામાન્ય મુદ્રામાં પાછા આવો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી