World TB Day 2023: જીવનશૈલીમાં લાવો આ 7 ફેરફાર, ઘટશે ટીબીનું જોખમ

|

Mar 24, 2023 | 3:54 PM

World TB Day 2023: આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યો છે. આ બીમારીના જોખમને ઘટાડવા માટે તમે કેટલીક સારી આદતો પણ અપનાવી શકો છો.

World TB Day 2023: જીવનશૈલીમાં લાવો આ 7 ફેરફાર, ઘટશે ટીબીનું જોખમ
World TB Day

Follow us on

World TB Day 2023: વિશ્વ ટીબી દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. આ રોગ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયમથી થાય છે. આ રોગ અસાધ્ય નથી. જો આ રોગનો સમયસર ઈલાજ કરવામાં આવે તો તે ઠીક થઈ શકે છે. ટીબી રોગ ઉધરસ, છીંક અને લાળના કારણે પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફેલાઇ શકે છે.

તમે તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીને ટીબીનું જોખમ પણ ઘટાડી શકો છો. ચાલો જાણીએ કે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવી શકો છો.

સ્વચ્છતા જાળવવી

આ રોગ ઉધરસ અને છીંકને કારણે પણ ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારે સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે. દિવસ દરમીયાન વધારેને વધારે હાથ ધોવા.તમારા મોં અને નાકને ઢાંકો. ટીબીની બીમારી ધરાવતા લોકોથી અંતર રાખો.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

સ્વસ્થ આહાર લો

સ્વસ્થ આહાર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તેથી, તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય. આમાં શાકભાજી, આખા અનાજ અને ફળ વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમને ચેપથી બચાવવામાં મદદ કરે છે. એટલા માટે હેલ્ધી ડાયટ લો.

તણાવથી અંતર રાખો

ક્રોનિક તણાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે. આ માટે વધારે તણાવ ન લો. આ માટે ઊંડો શ્વાસ લો. દરરોજ ધ્યાન કરો. યોગ કરો.ઉંડા શ્વાસ લેવાની કસરત કરો. વધારે ચિંતા અને તણાવથી દુર રહો.

દરરોજ કસરત કરો

દરરોજ વ્યાયામ કરીને, તમે તમારા ફેફસાના કાર્યને સુધારી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આનાથી ટીબી ચેપનું જોખમ પણ ઓછું થશે. એટલા માટે દરરોજ લગભગ 30 મિનિટ કસરત કરો. તમે વૉકિંગ અને સાઇકલિંગ પણ કરી શકો છો.

ધૂમ્રપાન છોડો

ધૂમ્રપાન તમારા ફેફસાં અને રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. તેનાથી પણ તમે આ બીમારીની ઝપેટમાં આવી શકો છો. આ માટે જરૂરી છે કે તમે ધૂમ્રપાન છોડી દો.

ડૉક્ટરની સલાહ લો

જો તમને આ રોગના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરને મળો અને યોગ્ય સારવાર કરાવો. જો તમે કોઈ દર્દી નજીક ગયા છો જે પહેલાથી જ આ રોગથી પીડિત છે, તો તરત જ ટેસ્ટ કરાવો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

આ પણ વાંચો : Summer Skin Mistakes: ઉનાળામાં ત્વચાને નુકસાન ન થાય તે માટે આ 4 ભૂલો ન કરો

Next Article