World Aids Vaccine Day: વેક્સિન અંગે જાગૃતતા માટે ઉજવાય છે વેક્સિન દિવસ, જોકે હજી સુધી નથી બની વેક્સિન

|

May 18, 2022 | 2:22 PM

દર વર્ષે 18 મેના રોજ વિશ્વ એઇડ્સ વેક્સિન દિવસની (World Aids Vaccine Day) ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સને અટકાવવા તથા એચઆઇવી વેક્સિનની જરૂરિયાતને પ્રાધાન્ય આપવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

World Aids Vaccine Day: વેક્સિન અંગે જાગૃતતા માટે ઉજવાય છે વેક્સિન દિવસ, જોકે હજી સુધી નથી બની વેક્સિન

Follow us on

દર વર્ષે 18 મેના રોજ વિશ્વ એઇડ્સ વેક્સિન દિવસની (World Aids Vaccine Day)ઉજવણી કરવામાં આવે છે. એઈડ્સને અટકાવવા તથા એચઆઈવી વેક્સિનની જરૂરિયાતને પ્રાધાન્ય આપવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ એઇડ્સ વેક્સિન દિવસ (World Aids Vaccine Day)ની ઉજવણી દ્વારા તેની વેક્સિન અંગે જાગૃતતાના કામને વેગ આપવામાં આવે છે. વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસની પરિકલ્પના વર્ષ 1997માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કરી હતી. તેમણે મોર્ગન સ્ટેટ યૂનિવર્સિટીમાં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે માત્ર એક અસરકારક, એઈડ્સ નિવારક વેક્સિન જ એઈડ્સના ખતરાને ઓછો કરી અંતમાં એઈડ્સ ઓછો કરી શકાય છે.

તેમણે કહ્યું હતું કે આગલા એક દાયકાની અંદર HIV વેક્સિન બનાવવાની વાત કરી હતી. તેમની આ ભાષણની વર્ષગાંઠ ઉજવવા માટે 18 મે 1998માં પ્રથમ વાર વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસ મનાવવામાં આવે છે. જોકે તેમ છતાં એઈડ્સની વેક્સિન અંગે કોઈ ઉપાય નથી મળ્યો. આજ પર્યંત એઇડ્સ એક એવી બિમારી છે જેનો ઇલાજ નથી મળ્યો તો જાણો આખરે ક્યા કારણોસર રોગ અંગે નથી બની વેક્સિન

દર વર્ષે 18 મેના રોજ વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસની (World Aids Vaccine Day) ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સને અટકાવવા તથા એચઆઈવી વેક્સિનની જરૂરિયાતને પ્રાધાન્ય આપવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ જેવી ખતરનાક બિમારીને મૂળમાંથી ઉખાડવા માટે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ એવી કોઈ વેક્સિન નથી બની જે આ બિમારી સામે લડી રહેલા દર્દીના શરીરમાંથી આ જીવલેણ વાઈરસનો નાશ કરી શકે. આ વાઈરસ શરીરમાં પ્રવેશ્યા બાદ રોગ પ્રતિકારક શક્તિને એકદમ નબળી બનાવી દે છે અને ધીરે ધીરે દર્દી મૃત્યુની સ્થિતિ સુધી પહોંચી શકે છે. વાઈરસના આ એટેક કરવાની પ્રકૃતિને જોતા તેને રોકવા માટે અસરકાર વેક્સિન બનાવવાનું ઘણું મુશ્કેલ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દવા દ્વારા HIVને રાખવામાં આવે છે નિયંત્રણમાં

કોઈ વ્યક્તિને એઇડ્સનો ચેપ લાગે તો તે પછી ફક્ત દવાથી જ તેને કંટ્રોલમાં રાખવામાં આવે છે. રસી ભલે નથી બની પરંતુ પીડિત દર્દી માટે કેટલીક દવાઓ ચોક્કસ આવી ચૂકી છે. એઈડ્સના દર્દીઓને યોગ્ય રીતે મેડિકલ સારવાર આપવામાં આવે તો દર્દીના આયુષ્યમાં વધારો થાય છે અને તે લાંબુ જીવન જીવી શકે છે. પરંતુ આ દવા ચેપ નથી રોકી શકતી.

સમજો કેટલો ખતરનાક છે એઇડ્સ

હ્યૂમન ઇમ્યુનોડેફિશિઅન્સી વાઇરસ એટલે કે HIV એવો વાઈરસ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ પર એટેક કરે છે. તેના કારણે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સ ઓછા થાય છે અને શરીર કોઈ પણ બિમારી સામે લડવા અસમર્થ બની જાય છે.

શું છે AIDSના સામાન્ય લક્ષણો ?

  1. મોંમા સફેદ ચાંદા પડવા
    અતિશય થાક
    અચાનક વજન ઘટવું
    અતિશય તાવ
    શરીરમાં પુષ્કળ પરસેવો થવો
    વારંવાર ઝાડા થઈ જવા
    સતત ખાંસી
    શરીરમાં ખંજવાળ અને બળતરા

ન્યૂમોનિયા, ટીબી, સ્કિન કેન્સર જેવી સમસ્યાને પણ એઈડ્સના લક્ષણોમાં સામેલ કરવામાં આવી છે. આથી વ્યક્તિએ નિષ્ણાત તબીબની સલાહ લઇને તપાસ કરાવવી જોઈએ.

Next Article