Corona vaccine : કોરોના વેક્સિન લીધા બાદ હાથમાં દુ:ખાવો કેમ થાય છે ? જાણો કારણ

|

Jul 11, 2021 | 3:35 PM

વેક્સિન (vaccine) લીધા બાદ દુખાવો થવો, રેડનેસ અથવા હાથમાં સોજો આવવો, માથાનો દુખાવો, કળતર, સ્નાયુમાં દુ:ખાવો થવો, ઠંડી લાગવી આ સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રથમ ડોઝની તુલનામાં બીજા ડોઝમાં આ સાઈડ ઈફેક્ટ (Side effect)વધુ થાય છે, પરંતુ ગભરાવવાની જરુર નથી કારણ કે આ સામાન્ય વાત છે.

Corona vaccine : વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો થવો સામાન્ય સાઈડ ઈફેક્ટ છે, કેટલાક લોકો માટે આ દુખાવો એક દિવસથી વધુ સમય સુધી રહે છે. તો કેટલાક લોકોને દુખાવો ઓછો કરવા માટે કુલ કમ્પ્રેશન દવાઓ અને કસરત તેમજ અન્ય ટ્રિટમેન્ટની પણ જરુર પડતી હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે, વેક્સિન (vaccine)લગાવ્યા બાદ હાથમાં દુ:ખાવો(Pain) થવાનું કારણ શું છે તેમજ આ દુખાવો કઈ રીતે મટાડી શકાય છે અને વેક્સિનની (vaccine)અન્ય સાઈડ ઈફેક્ટ શું છે.

મેડિકલ એક્સપર્ટના જણાવ્યા મુજબ કોવિડ-19 વેક્સિન (Covid-19 vaccine)લીધા બાદ હાથમાં દુખાવો થવો એ વાતનો સંકેત છે કે, તમારું શરીર રીએક્ટ કરી રહ્યું છે. જે ખુબ જરુરી છે. દુખાવાથી ખબર પડે છે કે, તમારી ઈમ્યુનિટી શરીરમાં કામ કરી રહી છે. દુનિયાભરમાં વેક્સિનની કેટલીક સાઈડ ઈફેક્ટ જોવા મળી અને આ સાઈડ ઈફેક્ટ થવાનું કારણ એ છે કે, તમારી ઈમ્યૂન સિસ્ટમ કામ કરી રહી છે. થોડા સમય માટે તમે ડિસકમ્ફર્ટ થશો પરંતુ આ લક્ષણોથી કોઈ નુકસાન થતું. થોડા સમય બાદ સ્વસ્થ થઈ જાય છે.

 

વેક્સિન (vaccine) લીધા બાદ દુખાવો થવો, રેડનેસ અથવા હાથમાં સોજો આવવો, માથાનો દુખાવો, કળતર, સ્નાયુમાં દુ:ખાવો થવો, ઠંડી લાગવી આ સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રથમ ડોઝની તુલનામાં બીજા ડોઝમાં આ સાઈડ ઈફેક્ટ (Side effect)વધુ થાય છે, પરંતુ ગભરાવવાની જરુર નથી કારણ કે આ સામાન્ય વાત છે.

ચાલો જાણીએ હાથમાં દુ:ખાવાનું કારણ શું છે

કોવિડ 19ની વેક્સિન (Covid-19 vaccine) ઈન્સ્ટ્રામસ્કયુલર ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે તેનો મતલબ એ છે કે, હાથમાં વેક્સિન(vaccine) આપવાના કારણે સ્નાયુઓ સીધા સંપર્કમાં આવે છે. વેક્સિન લીધેલા ભાગ પર સોજો પર આવે છે. જેનાથી ખબર પડે છે કે, તમારી ઈમ્યુનિટી એક્ટિવેટ થઈ રહી છે. આપણી બૉડી અલગ અલગ મેકેનિઝમનો ઉપયોગ કરી ઈન્ફેક્શન સામે લડે છે. આ સાથે આપણી ઈમ્યુનિટી(Immunity) બેકટરિયા, વાયરસ અને ડેડ સેલનો નાશ કરવાની કોશિષ કરે છે અને જેનાથી એન્ટીબોડી ડેવેલપ થાય છે.

વેક્સિન કઈ રીતે કામ કરે છે

ચાલો તમને જણાવીએ કે, વેક્સિન કઈ રીતે કામ કરે છે. વેક્સિનમાં નાશ થયેલા વાયરસ હોય છે. જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનું કામ કરે છે. બૉડીને લાગે છે કે, વાયરસ અસલી છે અને જલ્દી નાશ કરવાની જરુર છે. જેના કારણે હાથમાં દુખાવો થાય છે. આ દુખાવાની જાણ થતા કેટલાક દિવસો લાગે છે.

કેટલીક વેક્સિન(vaccine)માં વધુ સાઈડ ઈફેક્ટ જોવા મળે છે તો કેટલીક વેક્સિનમાં ઓછી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. જેના કારણે આપણું શરીર અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે. એવામાં જો કોઈ સાઈડ ઈફેક્ટ જોવા ન મળે તો એનો મતલબ એ નથી કે, વેક્સિન યોગ્ય કામ કરી રહી નથી. આ સિવાય ઉંમર વધવાની સાથે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્લો થઈ જાય છે જેના કારણે યુવાનોમાં વુદ્ધોની તુલનામાં વધુ સાઈડ ઈફેક્ટ જોવા મળે છે.

દુ:ખાવાને કઈ રીતે દુર કરવો

હવે તમને જણાવીએ કે, આ દુ:ખાવો (Pain) સામે લડવાની કેટલીક સામાન્ય રીત. તમે હાથની કસરત કરો. જેનાથી તે જગ્યા પર ફ્લો વધે છે અને દુખાવામાં રાહત મળશે. આ સિવાય તમે દુખાવો ઓછો કરવા માટે માત્ર બરફ પણ લગાવી શકો છે વેક્સિન (vaccine)લીધા બાદ કોઈ પણ દુખાવો થાય તો તરત જ ડોક્ટરની સલાહ લઈ

આઇબુપ્રોફેન,એસીટામિનોફેન,એસ્પિરિન અથવા એન્ટિહિસ્ટેમાઈન જેવી દવાઓ લઈ શકાય છે. તાવથી રાહત માટે તળેલા પદાર્થોનું સેવન કરવાની સાથે ખુલતા કપડાં પહેરવા જોઈએ. કેટલાક દિવસો સુધી તમને સુવામાં પણ મુશ્કેલી આવી શકે છે પરંતુ યાદ રાખો કે હાથમાં દુ:ખાવો (hand Pain) થવો સારો સંકેત છે અને દુખાવો આપો આપ મટી જશે.

આ પણ વાંચો : Covaxinને હજુ સુધી મળ્યું નથી WHOનું Approval, જાણો શું છે સમગ્ર મામલો

 

Next Video