Corona ના નવા સ્ટ્રેનથી બચવા કયા બે માસ્ક પહેરવા જરૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી આ માહિતી

|

Jun 03, 2021 | 4:49 PM

કોરોના પ્રોટોકોલમાં માસ્ક( Mask )નો ઉપયોગ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના નવા સ્ટ્રેન ટાળવા માટે, આપણે બે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ બંને માસ્ક કયા હોવા જોઈએ અને તેઓ કેવી રીતે પહેરવા જોઈએ તે અંગે ડો.હર્ષ વર્ધનને પણ માહિતી આપી હતી.

Corona ના નવા સ્ટ્રેનથી બચવા કયા બે માસ્ક પહેરવા જરૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી આ માહિતી
Corona ના નવા સ્ટ્રેનથી બચવા કયા બે માસ્ક પહેરવા જરૂરી

Follow us on

Corona વાયરસની બીજી લહેર પાછળનું કોરોનાનો નવો સ્ટ્રેન( Strain)  જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જો કે હવે દેશભરમાં Corona  ચેપના કેસો ઘટવા લાગ્યા છે. પરંતુ આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે ધીમે ધીમે જુદા જુદા રાજ્યો લોકડાઉનને હળવા કરવાનું શરૂ કરશે. આ દરમ્યાન આપણે કોવિડ -19 પ્રોટોકોલનું સખતપણે પાલન કરવું જોઈએ જેથી કોરોના ચેપની ગતિ ન વધે અને આપણે ફરીથી ત્રીજી લહેરનો સામનો કરવો ન પડે.

કોરોના પ્રોટોકોલમાં માસ્ક( Mask )નો ઉપયોગ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના નવા સ્ટ્રેન ટાળવા માટે, આપણે બે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ બંને માસ્ક કયા હોવા જોઈએ અને તેઓ કેવી રીતે પહેરવા જોઈએ તે અંગે ડો.હર્ષ વર્ધનને પણ માહિતી આપી હતી.

https://twitter.com/drharshvardhan/status/1400291587049938944

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જાણો કે કયા માસ્કનો ઉપયોગ કરવો અને કેવી રીતે પહેરવું?

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ડબલ માસ્ક( Mask ) જ આપણને કોવિડ -19 ના નવા સ્ટ્રેનથી બચાવી શકે છે. આ માટે તમારે સર્જિકલ માસ્ક અને કોટન માસ્ક એક સાથે પહેરવા જોઈએ અને તમારે એક જ પ્રકારનાં બે માસ્કનો ઉપયોગ ન કરવો જોઇએ. ચાલો જાણીએ સાચી રીત.

1 પ્રથમ સર્જિકલ માસ્ક( Mask ) લો અને તેને મધ્યથી અંદરની તરફ ફોલ્ડ કરો.
2 હવે તેના બંને છેડા અલગથી બાંધી લો.
3 હવે સર્જિકલ માસ્કની બંને બાજુના બાહ્ય ભાગને અંદરની તરફ ફોલ્ડ કરો.
4 આ પછી, પ્રથમ આ સર્જિકલ માસ્ક પહેરો.
5 હવે તેના ઉપર તમારા કોઈપણ સુતરાઉ માસ્ક પહેરો.

આ સિવાય તેમણે કહ્યું હતું કે ડબલ માસ્ક એટલે કે સર્જિકલ સાથે કોટન અથવા કોટન સાથે કોટન એક એકસરખા માસ્ક ના વાપરો.
તેમજ આ ઉપરાંત N-95માસ્ક સાથે ડબલ માસ્ક પહેરશો નહીં.

Published On - 4:46 pm, Thu, 3 June 21

Next Article