Weight Loss: દિવાળીના તહેવાર બાદ શરીરનું વજન ઘટાડવા માટે શું કરવું અને શું ન કરવું ? આવો જાણીએ

|

Nov 09, 2021 | 9:02 AM

તહેવારનો બીજો મહત્વનો ભાગ હોય તો તે છે મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવો. પરંતુ આ બાદ અસ્વસ્થતા, પેટનું ફૂલવું, કબજિયાત અને એસિડિટી જેવી ઘણી ફરિયાદો થાય છે.

Weight Loss: દિવાળીના તહેવાર બાદ શરીરનું વજન ઘટાડવા માટે શું કરવું અને શું ન કરવું ? આવો જાણીએ
Weight Loss Tips

Follow us on

આજના સમયમાં દરેક વ્યક્તિ વજન વધારાની (Weight Gain) સમસ્યાથી પીડિત છે. દરેક વ્યક્તિના મનમાં એકવાર વજન ઘટાડવાનો (Weight Loss) વિચાર આવે છે. પરંતુ માત્ર યોગ્ય વ્યૂહરચના અને યોગ્ય આહારને કારણે જ તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે. આ માટે તમારા શરીરને ડિટોક્સિફાય કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારા શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે. તહેવારના અઠવાડિયાનો અંત આવ્યો છે. કહેવાય છે કે દિવાળી એ પ્રકાશ અને ખુશીઓનો તહેવાર છે, અમે બધાએ અમારા મિત્રો અને પરિવાર સાથે ખૂબ જ સરસ સમય પસાર કર્યો છે.

મીઠાઈઓ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવો એ તહેવારનો બીજો મહત્વનો ભાગ છે. પરંતુ તે અસ્વસ્થતા, પેટનું ફૂલવું, કબજિયાત અને એસિડિટી જેવી ઘણી ફરિયાદો પણ આવે છે. આટલું જ નહીં તહેવારોની મોસમ હંમેશા ઘણા લોકોની વજન ઘટાડવામાં બાધારૂપ થાય છે. જો તમે પણ તહેવારના આનંદ બાદ વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે. તો તમારે તે જાણવાની જરૂરત છે કે તેમાં ક્યાં નિયમનું પાલન કરવું જોઈએ.

વધારાની ખાંડ ખાવાનું ટાળો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દિવાળીના તહેવારમાં આપણે બધાએ મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડમાંથી ઘણી વધારે ખાંડ લીધી છે. તેથી, બે અઠવાડિયા સુધી ખાંડયુક્ત ખોરાક ટાળવાનો સમય છે. બેકરીની વસ્તુઓ, મીઠાઈ, કોલા, કેક અને બિસ્કીટને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ના ખાવો.

ગરમ લીંબુ પાણીનું સેવન કરો

તમારા શરીરને ઝડપથી ડિટોક્સ કરવામાં મદદ કરવા માટે ગરમ લીંબુ પાણી પીને તમારા દિવસની શરૂઆત કરો. તે વજન ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરશે.

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

દરરોજ ઓછામાં ઓછું 8-9 ગ્લાસ પાણી પીવાનું સુનિશ્ચિત કરો. પૂરતા પ્રમાણમાં પ્રવાહી સાથે હાઇડ્રેટેડ રહેવાથી શરીરને પરસેવા અને પેશાબ દ્વારા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળશે.

માંસ ખાવાનું ટાળો

તમારા પાચન પર ઓછામાં ઓછું દબાણ લાવવા માટે તમારા ભોજનને એક અઠવાડિયા સુધી હળવા રાખવાનો પ્રયાસ કરો. રેડ મીટને બદલે યોગ્ય ડાયેટ પસંદ કરો.

આહારમાં ફાઇબર ઉમેરો

ફાઇબર શરીરને ડિટોક્સિફાય કરવામાં ખૂબ મદદ કરે છે. કેટલાક ફાઇબર ઉમેરવાથી આંતરડાની દીવાલને લગતા ઝેરને દૂર કરવામાં મદદ મળશે. તમે કાકડી, ગાજર, લેટીસ, ફણગાવેલા અનાજ અને પાંદડાવાળા લીલા શાકભાજીને આહારમાં સામેલ કરી શકો છો.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ પણ વાંચો : Corona Vaccine : ભારતીયો માટે ખુશખબર, WHO બાદ હવે બ્રિટને પણ Covaxin ને આપી માન્યતા

આ પણ વાંચો : China news : ચીને એવા શું કાંડ કર્યા કે બધા જ દેશની નજર તેના પર છે, શી જિનપિંગના પ્લાનથી થર-થર કાંપે છે દુનિયા

Next Article