20 ગણું વધુ વિટામિન C ! આ 3 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરો, શરીરની ઈમ્યુનિટી બમણી થઈ જશે

ગ્લોઇંગ સ્કિન, મજબૂત ઇમ્યુનિટી અને નિરોગી શરીર માટે વિટામિન C અત્યંત જરૂરી છે. જો તમારા શરીરમાં પણ આ જરૂરી વિટામિનની કમી રહેતી હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ એક્સપર્ટે વિટામિન C થી ભરપૂર 3 ખાસ વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેમાંથી 10 થી 20 ગણું વધુ વિટામિન C મળી આવે છે.

20 ગણું વધુ વિટામિન C ! આ 3 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરો, શરીરની ઈમ્યુનિટી બમણી થઈ જશે
Image Credit source: AI Generated
| Updated on: Oct 16, 2026 | 9:40 PM

વિટામિન C શરીરને સ્વસ્થ રાખવા, ઇમ્યુનિટીને સપોર્ટ કરવા અને ત્વચાની તંદુરસ્તી જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જ્યારે પણ વિટામિન C ની વાત આવે છે, ત્યારે સૌથી પહેલાં લીંબુનો ખ્યાલ આવે છે.

જો કે, આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે; જેમાં ભરપૂર માત્રામાં Vitamin C મળી આવે છે. હવે સવાલ એ છે કે, ડાયટમાં વિટામિન C એડ (Add) કરવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ? આખરે કઈ ત્રણ વસ્તુઓને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા મળી શકે છે?

આ ત્રણેય વસ્તુઓમાં હોય છે ખૂબ જ વધારે ‘Vitamin C’

  1. સી બકથોર્ન: સી બકથોર્ન નારંગી રંગના ફળ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન C ભરપૂર માત્રામાં મળી આવે છે. ડૉક્ટર કહે છે કે, 100 ગ્રામ સી બકથોર્નમાં લગભગ 200 મિલીગ્રામથી 900 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. આ સિવાય તેમાં વિટામિન E, કૅરોટેનોઇડ્સ અને ફ્લેવોનોઇડ્સ પણ મળી આવે છે. તમે તેનું સેવન જ્યુસ તરીકે કરી શકો છો.
  2. આંબળા: Vitamin Cની જ્યારે પણ વાત આવે, ત્યારે આંબળાનું નામ સૌથી પહેલાં આવે છે. 100 ગ્રામ તાજા આંબળામાં લગભગ 470 થી 600 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. બીજું કે, આંબળામાં સંતરાની સરખામણીમાં લગભગ 10 થી 20 ગણું વધુ વિટામિન C હોય છે. સાથે જ તેમાં પોલિફિનોલ્સ પણ મળી આવે છે. તમે તેનું સેવન જ્યુસ તરીકે કરી શકો છો.
  3. સંતરા: 100 ગ્રામ સંતરામાં તમને લગભગ 50 મિલીગ્રામ વિટામિન C મળી આવે છે. જો કે, તેમાં આંબળા કરતાં ઓછું વિટામિન C મળી આવે છે. આમાં સારી વાત એ છે કે, તમે સંતરાનું સેવન સરળતાથી કરી શકો છો, જ્યારે તમે સીધા આંબળા નથી ખાઈ શકતા.

વિટામિન C ની કમી કેવી રીતે પૂરી થશે?

જો તમે દિવસમાં બે સંતરા અને એક આંબળું ખાઓ છો, તો એક દિવસની વિટામિન C ની માત્રા પૂરી થઈ શકે છે. આ બંનેને મિલાવીને તમારા શરીરને લગભગ 400 મિલીગ્રામ કે તેથી વધુ વિટામિન C પ્રાપ્ત થાય છે, જે તમારી આખા દિવસની જરૂરિયાતને સરળતાથી પૂરી કરી દે છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શરીરમાંથી કેલ્શિયમ ચૂસી લે છે આ ‘5 ઝેરી વસ્તુ’ ! આજથી જ ખાવાનું બંધ કરો, નહીંતર પસ્તાશો

Follow Us
Loading...
Unable to load recommendations.