Aamla: અજમાવો આમળાના આ ઉપાય, તંદુરસ્તીની સાથે સાથે થઈ જશો માલામાલ

|

Jan 18, 2021 | 5:24 PM

શિયાળામાં અતિ ગુણકારી અને વિટામિન સીથી ભરપૂર એવા આમળા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તમારા ભાગ્ય માટે પણ અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે.

Aamla: અજમાવો આમળાના આ ઉપાય, તંદુરસ્તીની સાથે સાથે થઈ જશો માલામાલ

Follow us on

શિયાળામાં અતિ ગુણકારી અને વિટામિન સીથી ભરપૂર એવા આમળા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તમારા ભાગ્ય માટે પણ અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. આમલાના ધાર્મિક, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક એમ ઘણા ફાયદાઓ છે. કાર્તિક મહિનાની શુક્લ પક્ષની નોમને તો આમળા નવમીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ દિવસે ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમળાના વૃક્ષ પર બિરાજમાન થયા હતા અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આમલાના આ ઉપાયો તમારી કિસ્મતને ચમકાવી શકે છે. આ આરોગ્યની સાથે સાથે સુખ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો જાણીએ આમલાના ઉપાયો વિશે.

આ ઉપાયથી વધે છે આયુષ્ય

આયુર્વેદ મુજબ નિયમિતપણે આમળા ખાવાથી લોકોનું આયુષ્ય વધે છે. તેનો રસ પીવાથી ધર્મનો સંચય થાય છે અને તે જ રસને જો શરીર પર લગાવવામાં આવે તો દરિદ્રતા દૂર થાય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે તામારી દરેક સમસ્યાઓ પણ ધીમે ધીમે ખતમ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ ઉપાયથી તમામ પાપ નષ્ટ થાય છે

ધાર્મિક માન્યતાઓ મુજબ બંને પક્ષોની એકાદશી તિથી પર જે પણ વ્યક્તિ આમળાના રસનો પ્રયોગ કરીને સ્નાન કરે છે તેના દરેક પાપ ધોવાઈ જાય છે.સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. આમળાના આ પ્રયોગથી તમારા દરેક કામ થવા માંડે છે.

 

આ ઉપાયથી મળે છે સદગતિ

અગ્નિસંસ્કાર બાદ મૃતકની અસ્થિઓને આમળાના રસથી ધોઈને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવાથી સદગતી મળે છે, આવુ ધાર્મિક માન્યતાઓમાં કહેવામાં આવ્યું છે. સાથે સાથે તેમની આત્માને શાંતિ મળે છે અને યમલોકના કાળચક્રથી પણ મુક્તિ મળે છે.

 

આ ઉપાયથી ઈચ્છા થાય છે પૂર્ણ

 
સાતમના દિવસે આમળાનું દાન કરવાનું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે અને તમામ કષ્ટોથી તેમણે મુક્તિ પણ મળે છે અને ખાસ કરીને રવિવાર, શુક્રવાર, પ્રતિપદા ષષ્ટિ, નવમી, અમાસ અને સંક્રાંતિના દિવસે આમળાનું સેવન નુકસાનકારક બતાવવામાં આવ્યું છે.

 

આ રીતે પહોંચાડે છે સ્વાસ્થ્યને નુકસાન

આયુર્વેદ મુજબ આમળાના સેવન બાદ બે કલાક પછી દૂધ પીવું જોઈએ. આમળા ખાધા પછી તરત જ દૂધ પીવાથી બચવું જોઈએ. આમ કરવું તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. તેવી જ રીતે યાદશક્તિ વધારવા માટે આમળાના મુરબા સાથે ગાયનું દૂધ પીવુ લાભકારી થઈ શકે છે.

 

આ ઉપાયથી મળી શકે છે માતા લક્ષ્મીનો આશીર્વાદ

ધાર્મિક માન્યતાઓ મુજબ આમળાની પૂજા કરવાથી ત્રિદેવની સાથે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ પણ મળે છે. સાથે જ તેને અક્ષયફળની પણ પ્રાપ્તિ થાય છે અને જો આમળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવામાં આવે અને જો ભોજન થાળીમાં આમળાના વૃક્ષનું પાંદડું પડે તો સમજી લેવુ કે તમને ત્રિદેવના આશીર્વાદ મળી ગયા છે.

 

આ પણ વાંચો: Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય

Next Article