‘પીળું એટલું સોનું’, સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પીળા રંગના આ ફળ અને શાકભાજી

|

Feb 15, 2021 | 5:16 PM

પીળા ખોરાકમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ્સ હોય છે. જે એન્ટીઓકિસડન્ટોનું કામ કરે છે અને અનેક રોગોથી રક્ષણ કરે છે. એન્ટીઓકિસડન્ટ્સ એસીડીટી ઘટાડે છે.

પીળું એટલું સોનું, સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પીળા રંગના આ ફળ અને શાકભાજી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

પીળા ફળો સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક

પીળા ખોરાકમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ્સ હોય છે. જે એન્ટીઓકિસડન્ટોનું કામ કરે છે અને અનેક રોગોથી રક્ષણ કરે છે. એન્ટીઓકિસડન્ટ્સ એસીડીટી ઘટાડે છે. જે ઘણા રોગો સાથે સંકળાયેલ છે, તેમજ ફ્રી-રેડિકલથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પીળા ફળ ખાવાના ફાયદા

1. કેન્સરનું જોખમ ઘટે છે

પીળા ફળોમાં કેરોટિનોઈડ્સ અને બાયોફ્લેવોનોઇડ્સ હોવાના કારણે, પીળા ફળોનો ઉપયોગ એન્ટીઓક્સિડન્ટના રૂપમાં કરવામાં આવે છે. આના કારણે કેન્સર તેમજ અન્ય ગંભીર બીમારીને તે તમારાથી દુર રાખે છે. જેમાં Yellow bell peppers વિશેષ રૂપે સારી માનવામાં આવે છે.

 

2. પેટ માટે ફાયદાકારક

કેળા જેવા પીળા ફળોમાં પોટેશિયમ હોય છે. જે એક સ્વસ્થ આહારના પ્રમુખ તત્વોમાં એક છે. વિશેષરૂપે ડેંડિલિઅન (વિલાયતી ફૂલ)નો ઉપયોગ પેટ સ્વસ્થ રાખવા અને પેટ ફૂલવા તેમજ લીવરના સ્વાસ્થ્ય માટે થાય છે. ડેંડિલિઅનને એક ઔષધી માનવામાં આવે છે.

 

3. હાડકા અને હૃદયને બનાવે સ્વસ્થ

લીંબુ અને કેરી જેવા ફળ વિટામીન સીથી ભરપુર હોય છે. આ એક માત્ર વિટામિન છે, જે શરીરમાં કુદરતી રીતે પેદા કરતું નથી. તેથી તેને બાહ્ય સ્રોતની જરૂર છે. આ ખોરાકનું નિયમિત સેવન કરવાથી હાડકા અને સાંધાના સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેઓ બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના સ્તરને પણ સંતુલિત કરે છે. જે હાર્ટ પ્રોબ્લેમ્સનું જોખમ ઘટાડે છે.

 

4. પીળા ફળના અન્ય લાભ

પીળો ખોરાક તમારા માનસિક સુખાકારીના સ્તરમાં સુધારો કરી શકે છે. સાથે તે ત્વરિત મૂડ બૂસ્ટર હોય છે.
આનાથી ત્વચાના આરોગ્ય, વાળના આરોગ્ય, હાડકાના આરોગ્ય અને દાંતના આરોગ્યમાં પણ સકારાત્મક પરિણામ મળે છે.

 

આહારમાં લો આ પીળા ફળ

1. કેળા: ખાવામાં સરળ અને અત્યંત ફાયદાકારક. વજન ઘટાડવામાં મદદરૂપ, ઉપરાંત તે ઘણા આરોગ્યમાં લાભદાયી.

2. અનાનસ: તે પાચનમાં ખૂબ જ સારું છે અને બળતરા ઘટાડે છે.

3. યલો બેલ પેપર: તે ફાઈબર, ફોલેટ, આયર્ન અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે.

4. લીંબુ: લીંબુમાં હાઈડ્રેટિંગ અને આલ્કલાઈન ગુણધર્મો હોય છે. જે કિડનીના પત્થરોની સમસ્યાને દૂર કરે છે અને પાચન શક્તિ વધારે છે.

5. કેરી: કેરીનો ખોરાક કોને ન ગમે? આંખના આરોગ્યમાં સુધારો થાય છે, મોતિયા અને મૈક્યુલર અધોગતિને અટકાવે છે. કેરીમાં ઝેક્સૈન્થિનનું પ્રમાણ ઊંચું હોય છે. આ એક આરોગ્યપ્રદ ફળ છે.

6. ડેંડિલિઅન: આ ઔષધિ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને લીવર માટે શ્રેષ્ઠ છે.

 

આ પણ વાંચો: TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article