Patanjali Tips : જો તમે માનસિક રીતે અસ્વસ્થ છો, તો પતંજલિના આ 5 પ્રાણાયામ તમારા તણાવને દૂર કરશે

બાબા રામદેવ માત્ર એક ફેમસ યોગ ગરુ જ નહી પરંતુ આર્યુર્વેદને પણ ખુબ પ્રમોટ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી પોતાના પ્રોડક્ટ પતંજલિ દ્વારા, જો તમે મેન્ટલી પરેશાન રહો છો તો બાબા રામદેવ દ્વારા બતાવવામાં આવેલા કેટલાક પ્રાણાયામને તમે તમારા ડેલી રુટિનનો ભાગ બનાવી શકો છો.

Patanjali Tips : જો તમે માનસિક રીતે અસ્વસ્થ છો, તો પતંજલિના આ 5 પ્રાણાયામ તમારા તણાવને દૂર કરશે
| Updated on: Aug 11, 2025 | 3:15 PM

બાબા રામદેવે પંતજલિ દ્વારા આયુર્વેદને જુની પદ્ધતિઓને ઘરે ઘરે પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. પછી સ્કિન પ્રોબ્લેમ હોય કે પછી હેલ્થ સમસ્યાઓ. આજે તમને દરેક સ્થળે પતંજલિના પ્રોડક્ટ સરળતાથી મળી જશે. બાબા રામદેવની યોગ એજ્યુકેશન અને પ્રાકૃતિક વસ્તુઓથી બનેલી પ્રોડક્ટથી હેલ્થ પ્રોબ્લેમના સોલ્યુશનથી લોકોની લાઈફમાં અનેક બદલાવ આવે છે.આજની ભાગદોડ ભરી લાઈફમાં ફિજિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ ખુબ પ્રભાવિત થાય છે. યોગ આનો સામનો કરવા માટે એક ઉત્તમ રીત છે અને શ્વાસ લેવાની તકનીકોને તેમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે પતંજલિ ફાઉન્ડર બાબા રામદેવ કેટલાક એવા પ્રાણાયામ વિશે જાણીએ જે સ્ટ્રેસને દૂર કરીને તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થશે.

જો તમે તણાવ, ચિંતાને કારણે માનસિક રીતે પરેશાન છો, તો માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે તમે શ્વાસ લેવાની તકનીકોનો ઉપયોગ કરી શકો છો.આ તણાવ, ચિંતાની સાથે નેગેટિવ વિચારોને ઓછા કરવામાં હેલ્પફુલ હોય છે. પ્રાણાયામ દરમિયાન શ્વાસને એક નિયમિત લયમાં રાખવામાં આવે છે. જેના કારણે મગજમાં ઓક્સિજનનો પ્રવાહ સારો થાય છે અને તે મનને શાંત કરવામાં મદદ કરે છે. ચાલો બાબા રામદેવ દ્વારા સૂચવેલા 5 પ્રાણાયામ જોઈએ.

અનુલોમ-વિલોમ

બાબા રામદેવની પતંજલિ વેલનેસ મુજબ અનુલોમ-વિલોમ એક પાવરફુલ બ્રીધિગ ટેકનીક છે. અનુલોમ-વિલોમ કરી શરીરમાં ઓક્સીનનો પ્રવાહ સારો રહે છે અને બીપીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જેનાથી તમારું મન શાંત થાય છે. આ પ્રાણાયામ કરવા માટે તમારે સુખાસનમાં બેસવું પડશે અને પછી તમારા હાથથી એક નસકોરું બંધ કરવું પડશે અને બીજા નસકોરા દ્વારા શ્વાસ લેવો પડશે. હવે બંધ નસકોરું ખોલો અને શ્વાસ બહાર કાઢો, પરંતુ આ સમય દરમિયાન તમે જે નસકોરું દ્વારા શ્વાસ લીધો છે તે બંધ કરો.

ભસ્ત્રિકા પ્રાણાયામ

આ પ્રાણાયામમાં ધ્યાન આસાનમાં બેસી એકદમ શાંત રહો અને પછી તેમાં ધીમે ધીમે શ્વાસ લેવાનો અને સરળતાથી શ્વાસ છોડવાનો સમાવેશ થાય છે, જે તમારા ફેફસાંને સક્રિય કરે છે અને આખા શરીરને ઊર્જા આપે છે, અને તમે માનસિક રીતે પણ હળવાશ અનુભવો છો.

કપાલભાતિ પ્રાણાયામ

પતંજલિ વેલનેસ મુજબ આ પ્રાણાયામને કરતી વખતે આખું અટેન્શન લેક્સેટિવ પર આપવાનું હોય છે પરંતુ શરુઆતમાં
કોઈએ તેને પૂરક બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કપાલભાતિ સક્રિય રીતે શ્વાસ લેવા અને બહાર કાઢવા પર આધારિત છે. આ પ્રાણાયામ તમારા હૃદય, ફેફસાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં અસરકારક છે.

ભ્રામરી પ્રાણાયામ

મેન્ટલ વેલ બીઈંગને સુધારવા માટે ભ્રામરી પ્રાણાયામ સારુંરહે છે.જેમાં બંન્ને હાથોને આંખો પર રાખી 3 થી 5 સેકન્ડના ડ્યુરેશનમાં લયની સાથે શ્વાસ લેવો જોઈએ. આ દરમિયાન ઓમનો ઉચ્ચારણ કરો.

ઉજ્જાયી પ્રાણાયામના ફાયદા

મનની શાંતિ અને સ્ટ્રેસને ઓછો કરવાની સાથે ઉંધની પેટર્નને સુધારવા માટે તમે ઉજ્જાયી પ્રાણાયામ કરી શકો છે. જે તમારા પાચન અને ફેફડાંને ફાયદો પહોંચાડે છે. આવું કરવા માટે ધ્યાન મુદ્રામાં બેસી, બંને નસકોરા દ્વારા શ્વાસ લેવો જોઈએ. આ દરમિયાન, નસકોરા જેવો અવાજ ઉત્પન્ન થાય છે. જેમાં વ્યક્તિએ જમણો નસકોરો બંધ કરવો જોઈએ અને ડાબો નસકોરો દ્વારા શ્વાસ બહાર કાઢવો જોઈએ.

પિતા હતા ખેડુત, 3 ભાઈ અને 1 બહેન છે, જાણો બાબા રામદેવના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો તેમજ પરિવાર વિશે અહી ક્લિક કરો

 

Published On - 3:14 pm, Mon, 11 August 25