Health: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે

|

Apr 03, 2022 | 3:08 PM

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

Health: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે તીતા ફૂલ, જાણો તેના ફાયદા વિશે
Teeta Flower

Follow us on

આપણી આસપાસ રહેલી અનેક જાતની વનસ્પતિ માનવજાત માટે જાણે આશીર્વાદ સમાન છે. આ વનસ્પતિઓ સુંદર ફુલો અને ફળો આપે છે. સાથે જ ઔષધિ (Herbs) તરીકે પણ ઉપયોગમાં આવતી હોય છે. અનેક પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ વિવિધ દવાઓ, ખોરાક વગેરેમાં થાય છે. આયુર્વેદ અનુસાર આવા ઘણા વૃક્ષો અને છોડ છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ આપી શકે છે, બસ તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર એવું જ એક ફૂલ છે ‘તીતા ફૂલ’ જેનો ઉપયોગ માત્ર શણગારમાં (Decorate) જ નહીં, ખાવામાં પણ થાય છે. આ‘તીતા ફૂલ’ (Teeta Flower)ના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

આ ફૂલને રોગાબનહેકા, કોલા બહક, ધાપત ટીટા (આસામી), જંગલી નૉનમંગખા (મણિપુરી), તેવ-ફોટો-આરા (ખાસી), ખામ-છિટ (આસામી), જંગલી નોનમંગખા (મણિપુરી), તેવ-ફોટો-આરા (ખાસી), ખામ-ચિટ (ગારો) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ રોગોમાં ફાયદાકારક

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

​શું છે તીતા ફૂલ?

તીતા ફૂલનો મતલબ અંગ્રેજીમાં કડવું ફૂલ એવો થાય છે. આ ફૂલ અસમિયા પાક સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન રાખે છે. આ ખાનાર ફૂલ પારંપરિક રીતે શક્તિશાળી ઔષધિય ગુણોના કારણે ભોજનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી અનેક બીમારીઓ અને સંક્રમણોને ઠીક કરવા માટે એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

​કેવી રીતે કરવામાં આવે છે તીતા ફૂલનો ઉપયોગ?

તીતા ફૂલને મોટાભાગના લોકો ભોજનમાં નાખવામાં આવતા મસાલા તરીકે જ ઉપયોગ કરે છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. કુદરતી રીતે તે ક્ષારીય હોય છે. આસામી ભોજન બનાવવા તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તેનો વધારે સ્વાદ માણવા માટે બપોરના ભોજનમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

​લોહી વધારવામાં મદદરુપ થાય છે તીતા ફૂલ

આસમના કેટલાક ભાગમાં આ ફૂલનો ઉપયોગ ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયાની સારવાર માટે પણ કરવામાં આવે છે. જ્યારે અરુણાચલના કેટલાક ભાગ જેવા કે મણિપુર અને ત્યાં સુધી કે બાંગ્લાદેશમાં પણ આ ફૂલનું અલગ અલગ રીતે સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો તેને કાચું ખાય છે અથવા તો મસાલો બનાવે છે. કેટલાક આ ફૂલને શાકભાજી સાથે નાખી દે છે અને ભાત સાથે ખાય છે અથવા તો દાળમાં નાખીને ખાય છે.

​તીતા ફૂલના અન્ય ફાયદાઓ

તીતા ફૂલનો ઉપયોગ ભોજન ઉપરાંત તેના ઔષધિય ગુણોના કારણે અનેક સારવારમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલને કાચું અથવા તો ચા તરીકે તેમજ શાકભાજીના રુપમાં ભોજનથી ઉધરસ અને શરદી, બ્રોંકાઈટિસ, અસ્થમા, ચેચક અથવા ચામડીના રોગોમાં પણ ફાયદાકારક હોય છે. તીતા ફૂલના પાનના અર્કનો ઉપયોગ લીવર અને પ્લીહાની સમસ્યાઓના સારવારમાં કરવામાં આવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

આ પણ વાંચો-

અમદાવાદની હવામાં ઝેર! પ્રદૂષણમાં મુંબઈ, દિલ્હીને અમદાવાદે છોડ્યું પાછળ, એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 પર પહોંચ્યો

Next Article