Image Credit source: AI Generated
જો તમે રોજ ઓછી ઊંઘ લો છો અથવા મોડી રાત સુધી જાગો છો, તો બની શકે કે શરૂઆતમાં તમને કોઈ લક્ષણો દેખાય નહીં. જો કે, આ આદત ધીમે ધીમે મગજને નબળું પાડી રહી હોય છે. વાસ્તવમાં, ઓછી ઊંઘના કારણે માત્ર મગજ થાકતું નથી પરંતુ તેની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ઊંઘ દરમિયાન મગજ માહિતીને પ્રોસેસ કરે છે, યાદોને મજબૂત કરે છે અને નિર્ણયો લેવાની ક્ષમતાને કંટ્રોલ કરતા સિસ્ટમને ઠીક રાખે છે. એવામાં જ્યારે તમે સતત ઓછી ઊંઘ લો છો, તો તેનાથી તમારા મગજ પર ખરાબ અસર પડવા લાગે છે.
ઓછી ઊંઘ લેવાથી મગજ પર કેવી અસર પડે છે?
- ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર અસર: ઓછી ઊંઘ લેવાથી સૌથી પહેલા ધ્યાન આપવાની ક્ષમતા પર અસર પડી શકે છે. ઊંઘની કમી ધરાવતા લોકો માટે ધ્યાન જાળવી રાખવું અને સતત યોગ્ય પ્રતિભાવ આપવો મુશ્કેલ બની જાય છે. બની શકે કે, તમે રોજિંદા કામ પૂરા કરી લો પરંતુ તમારું ધ્યાન સરળતાથી ભટકી શકે છે. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ કામ કરવા માટે પોતે સક્ષમ અનુભવી શકે છે પરંતુ સામાન્ય કરતાં વધુ નાની-નાની ભૂલો કરી શકે છે.
- હંમેશા ચીડિયાપણું અનુભવવું: ઘણી રાત સુધી સરખી રીતે ન ઊંઘવાને કારણે નાની-નાની બાબતોમાં પણ લોકો વધુ પરેશાન થઈ શકે છે. ઊંઘની કમીથી ભાવનાઓને સંભાળવાની ક્ષમતા પર અસર પડી શકે છે, જેનાથી લોકો વધુ ચીડિયા અથવા ઓછી ધીરજવાળા બની શકે છે. ક્યારેક જેને આપણે “ખરાબ મૂડ” કહીએ છીએ, તે વાસ્તવમાં મગજનો યોગ્ય આરામ કર્યા વિના કામ કરતા રહેવાનું પરિણામ હોય છે.
- યોગ્ય રીતે કોઈ નિર્ણય ન લઈ શકવો: ઓછી ઊંઘને કારણે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં પણ બદલાવ જોવા મળી શકે છે. મગજને જ્યારે પૂરી ઊંઘ નથી મળતી, ત્યારે સાચો નિર્ણય લેવા, સમસ્યા ઉકેલવા અને વિચારવાની-સમજવાની ક્ષમતા પર અસર પડી શકે છે.
કેટલી ઊંઘ જરૂરી છે?
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, ઊંઘને કામ અને જાગવા વચ્ચેનો વધેલો સમય ન સમજવો જોઈએ. આ એ સમય છે જ્યારે મગજ બીજા દિવસના કામ માટે પોતાને તૈયાર કરે છે.
આથી, વયસ્કો માટે સામાન્ય રીતે સાત કે તેથી વધુ કલાકની ઊંઘની સલાહ આપવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. ઊંઘની નિયમિતતા અને તેની ક્વોલિટી પણ મહત્વ ધરાવે છે.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)