Skin Care: જો તમે પણ આ પ્રકારના સાબુનો ઉપયોગ કરો છો? તો તમારી ત્વચાને થઈ શકે છે નુકસાન

|

Dec 28, 2022 | 3:11 PM

Skin care: ઘણીવાર આપણે બજારમાં મળતા કોઈપણ પ્રકારનો સાબુ ખરીદીને તેને ત્વચા પર લગાવવીએ છીએ, જેના કારણે ઘણી વાર ત્વચાને લગતા ઘણા રોગ થવાની સંભાવના વધી શકે છે અને તમારી ત્વચા ખરાબ થઈ શકે છે.

Skin Care: જો તમે પણ આ પ્રકારના સાબુનો ઉપયોગ કરો છો? તો તમારી ત્વચાને થઈ શકે છે નુકસાન
Skine care: If you also use this type of soap? It can damage your skin

Follow us on

આપણે આપણી ત્વચાને નરમ અને ચમકતી રાખવા માટે ત્વચાની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણે સૌ આપણી ત્વચાને સ્વસ્થ રાખવા માટે બધા કોસ્મેટીક પ્રોડક્ટથી લઈને ઘરગથ્થુ ઉપચારો પણ કરીએ છીએ. ત્વચાને સાફ કરવા માટે સૌ કોઈ સાબુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર આપણે બજારમાં મળતા કોઈપણ પ્રકારનો સાબુ ખરીદીને તેને ત્વચા પર લગાવવીએ છીએ જેના કારણે ઘણી વાર ત્વચાને લગતા ઘણા રોગ થવાની સંભાવના વધી શકે છે અને તમારી ત્વચા ખરાબ થઈ શકે છે. દરેક ત્વચા માટે સાબુ અલગ અલગ રીતે કામ કરે છે. જેમાં તમારે તમારી ત્વચાના પ્રકારને જાણીને તેના અનુસાર કેવો સાબુ પસંદ કરવો તે આ લેખમાં જણાવવામાં આવ્યો છે.

સામાન્ય ત્વચા

તમારે તમારી ત્વચા અનુસાર સાબુની પસંદગી કરવી જોઈએ. સામાન્ય ત્વચામા તે ન તો બહુ તૈલી હોય છે અને ન તો ખૂબ જ સૂકી હોય છે એટલા માટે તમારે તમારી ત્વચા મુજબ જ સાબુની પસંદગી કરવી જોઈએ. જે તટસ્થ હોય છે માટે તમારે ક્યારે પણ શુષ્ક ત્વચા અથવા તૈલી ત્વચા માટે બનેલા સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આવા સાબુનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચાના છિદ્રો બંધ થઈ શકે છે. આ સાબુ તમારી ત્વચાને શુષ્ક બનાવી શકે છે. તમારે હર્બલ સાબુનો ઉપયોગ કરવો જોઈએ.

તૈલી ત્વચા માટે

જે લોકોને તૈલી ત્વચા હોય તે લોકોને એવો સાબુ પસંદ કરવો જોઈએ, જેમાં ત્વચાનું pH લેવલમાં સંતુલન જાળવી શકાય. જો તમે તમારી ત્વચાને અનુરુપ સાબુનો ઉપયોગ નથી કરતા તો તેના કારણે બ્રેકઆઉટની શક્યતાઓમા વધારો થાય છે. તમારે એ સુનિશ્ચિત કરવુ કે તમારો સાબુ નોન-કોમેડોજેનિક છે. તૈલી ત્વચા ધરાવતા વ્યક્તિઓએ એવા સાબુનો ઉપયોગ કરો જેમાં એલોવેરા, ટી ટ્રી અને દરિયાઈ મીઠું જેવા ઘટકોનો સમાવેશ થયો હોય.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શુષ્ક ત્વચા માટે

જે લોકોની ત્વચા શુષ્ક હોય છે તેવા લોકોને ઘણીવાર ખંજવાળ અને ફોલ્લીઓની સમસ્યા જોવા મળે છે. શુષ્ક ત્વચા ધરાવતા લોકોને ઘણી વાર તેમની ત્વચા ફાટી જાય છે. એટલા માટે તમારે એવો સાબુને પસંદ કરવો જોઈએ કે જેમાં ગ્લિસરીન, કોકો બટર, નારિયેળ તેલ અથવા શિયા બટર જેવા તત્વો હોય.

ચેતવણી: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો. 

Next Article