સવારે વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી શું થાય? શરીરને કયા ફાયદા મળે છે અને શું બદલાવ દેખાય છે?

સવારે વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી શરીરને કયા ફાયદા મળે છે અને તેનાથી શું ફેરફાર જોવા મળે છે? ખાસ વાત એ છે કે, ઘણા લોકો આ આદતને આખો દિવસ ફ્રેશ રહેવા અને શરીરને સાફ રાખવા સાથે જોડે છે.

સવારે વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી શું થાય? શરીરને કયા ફાયદા મળે છે અને શું બદલાવ દેખાય છે?
| Updated on: Nov 29, 2026 | 3:00 PM

સવારે ઉઠ્યા બાદ આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીર ડિટોક્સ થઈ શકે. આમ કરવાથી શરીરમાં રહેલી ગંદકી સાફ થાય છે. સાથે જ, તમે ફ્રેશ અનુભવો છો, જેનાથી આખો દિવસ એનર્જેટિક રહો છો.

આવામાં સવારે ઊઠીને વાસી મોઢે લીમડાના પાન ચાવવા તમારા માટે ખૂબ જ હેલ્ધી સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવ્યો છે.

અનેક પ્રકારના ફાયદા થશે

એવું કહેવાય છે કે, ખાલી પેટે લીમડાના પાન ચાવવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. સવારે ખાલી પેટે જો તમે મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો છો, તો તેનાથી પાચનને મજબૂતી મળવાની સાથે-સાથે ચહેરા પર થતા ડાઘ-ધબ્બાથી પણ છુટકારો મળી શકે છે.

  1. શ્વાસની દુર્ગંધમાં મળે છે ‘ફાયદો’: હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ઓછા કરવામાં મદદ કરી શકે છે. સવારે વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી શ્વાસની દુર્ગંધ ઓછી થઈ શકે છે અને પેઢાને પણ ફાયદો મળી શકે છે. આ જ કારણ છે કે, આજકાલ ઘણી હર્બલ ટૂથપેસ્ટમાં દાવો કરવામાં આવે છે કે તેમાં લીમડાના ગુણ રહેલા છે.
  2. પાચનતંત્રને રાખી શકે છે ‘તંદુરસ્ત’: લીમડાના પાન ખાલી પેટે જો તમે નિયમિત રીતે ચાવો છો, તો તેનાથી પાચનક્રિયાને સરસ બનાવી શકાય છે. નિયમિત અને સંતુલિત માત્રામાં તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેનાથી ગેસ અને અપચાની પરેશાનીથી રાહત મળી શકે છે. જો કે, જે લોકોનું પેટ સેન્સિટિવ છે, તેમણે સાવચેતી રાખવી જોઈએ.
  3. સ્કિન માટે છે ‘હેલ્ધી’: આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે, લીમડામાં રહેલા ગુણ શરીરમાંથી ડિટોક્સ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તેના કારણે સ્કિન પર થતા કેટલાક ઇન્ફેક્શન અને ખીલની સમસ્યામાં પણ ફાયદો મળી શકે છે. આ જ કારણ છે કે, લોકો લીમડાના પાનનો ઉપયોગ ચહેરા પર પણ કરે છે.
  4. ઇમ્યુનિટી થઈ શકે છે ‘બૂસ્ટ’: લીમડામાં ઘણા એવા પ્રાકૃતિક તત્વો જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. નિયમિત રીતે મર્યાદિત માત્રામાં લીમડાનું સેવન કરવાથી શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળી શકે છે.

દરરોજ કેટલી માત્રામાં લીમડાનું સેવન કરવું?

આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે, જો તમે નિયમિત રીતે 4 થી 5 તાજા લીમડાના પાનનું સેવન કરો છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે.

ધ્યાન રાખો કે, વધુ માત્રામાં લીમડાના પાનનું સેવન બિલકુલ ન કરો. તેનાથી પેટમાં બળતરા, ઉબકા અથવા અન્ય પરેશાનીઓ થઈ શકે છે. તેથી, જરૂરિયાત કરતાં વધુ સેવન કરવાથી બચવું જોઈએ.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ તબીબી સલાહ નથી. તેથી, કોઈપણ પ્રયોગ કે સેવન પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ચિપ્સના પેકેટમાં ચિપ્સ ઓછી અને હવા વધારે કેમ હોય છે? જાણો રસપ્રદ વિજ્ઞાન!

Follow Us
Loading...
Unable to load recommendations.