Vitamins In Pregnancy : પ્રેગ્નસી દરમિયાન આ 3 વિટામિન્સ જરુર લો, માતા અને બાળક બંને રહેશે સ્વસ્થ

|

Jun 29, 2023 | 4:35 PM

પ્રેગ્નસી દરમિયાન યોગ્ય આહાર અને પોષણ જરૂરી છે. આ દરમિયાન શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ ખતરનાક બની શકે છે. ચાલો જાણીએ પ્રેગ્નસી દરમિયાન કયા પાંચ વિટામિન્સ લેવા જરૂરી છે.

Vitamins In Pregnancy :  પ્રેગ્નસી દરમિયાન આ 3 વિટામિન્સ જરુર લો, માતા અને બાળક બંને રહેશે સ્વસ્થ

Follow us on

પ્રેગ્નસી દરમિયાન મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન તેના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ સમયે શરીરમાં અનેક બીમારીઓ થવાનો પણ ભય રહે છે. તેનાથી બચવા માટે ઈમ્યુનિટી સારી હોવી જોઈએ. ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીનું સ્વસ્થ રહેવું જરૂરી છે. આ માટે મહિલાઓએ પોતાનો આહાર યોગ્ય રાખવો પડશે. જો આહાર સારો હશે તો માતા અને બાળક બંને સ્વસ્થ રહેશે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સારી ડાયટ એટલે કે, પ્રોટીન અને વિટામિનથી ભરપુર ભોજન, એવા ત્રણ વિટામિન છે જે દરેક પ્રેગ્નેટ મહિલાઓને લેવા જોઈએ, ચાલો એક્સપર્ટથી આ વિશે જાણકારી જાણીએ.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: ડાઘ, આંખના કુંડાળા, દાઝેલાના ડાઘ થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

વિટામીન ડી

દિલ્હીમાં વરિષ્ઠ ફિઝિશિયન ડો.કવલજીત સિંહ જણાવે છે કે, પ્રેગ્નસી દરમિયાન વિટામિન ડી ખુબ જરુરી છે. આ વિટામિન બાળકોમાં હાડકાંઓના વિકાસ માટે ખુબ જરુરી છે. પ્રેગ્નસી દરમિયાન એક મહિલા દિવસમાં અંદાજે 600 આઈયુ યુનિટ સુધી વિટામીન ડી જરુરી લેવું જોઈએ, પ્રેગ્નસી દરમિયાન 3 મહિના બાદ આ વિટામિનનો ટેસ્ટ પણ જરુરી કરવો. જો આ લેવલ ઠીક છે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ જો લેવલ ઓછું હોય તો ડોક્ટરની સલાહ લો.

વિટામીન સી

મહિલાઓમાં પ્રેગ્નસી દરમિયાન ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. જેને મજબુત રાખવા માટે વિટામિન સી ખુબ જરુરી છે. શરીરમાં આયર્નની ઉણપ આ વિટામીનથી પૂરી થાય છે. આ બાળકોના વિકાસમાં મદદ કરે છે. પ્રેગ્નેટ મહિલાઓ દિવસમાં 90 મિલિગ્રામ સુધી વિટામીન લેવું જોઈએ. ફળ, શાકભાજીમાં આ વિટામિનની માત્રા ખુબ સારી હોય છે.

વિટામીન એ

વિટામીન એ સ્કિન માટે ખુબ ફાયદાકારક છે. આ વિટામીન એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે શરીરના સેલ્સને થનારા નુકશાનને ઓછું કરે છે. જે આંખોને પણ ફાયદો આપે છે. તેની ઉણપથી આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.લીલા શાકભાજી. આ વિટામિન ફળો, દહીં અને દૂધમાં જોવા મળે છે. સગર્ભા સ્ત્રીઓએ દરરોજ તેમના આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેમાં વિટામિન એ હોય. આમ કરવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહેશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

 Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article